Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ચૂંટણીને સમર્પિત રચના - અમારા ચૂંટેલા અમને નડે છે..


  • Published By :
  • Published Date : 2024-04-29 17:20:08

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.. રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા પ્રયાસ કરવામા આવશે મતદાતાઓને રિઝવવાનો.. અનેક વખત લોકોના મુખેથી સાંભળ્યું હશે કે દારૂ અને ચવાણું વેચી મતદાતાઓને પોતાની તરફ મતદાન કરવા માટે કહેવામાં આવે છે.. ભોળી જનતાને વચનો આપવામાં આવશે અને પાંચ વર્ષ દરમિયાન મતદાતાની પરિસ્થિતિ જોવા પણ નહીં આવે.. ચૂંટણી નજીક આવશે ત્યારે મોટી મોટી સભાઓ ગજવવામાં આવે છે જેને કારણે સામાન્ય માણસને, સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે... અમને નથી ખબર આ રચના કોની છે જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  

   

અમારા ચૂંટેલા અમને નડે છે..


ચૂંટણીમાં શીરા પૂરીની પંગત જમાડી

પૈસા કપડા વહેચીને દારૂ પીવડાવી


મતો ઉઘરાવીને દિલ્હી દોડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે..


અહિંસાની વાતો કરી લોકોને ભરમાવી

એક બીજાને આક્ષેપોથી નવડાવી


રેલીમાં કે સભામાં પથરા પડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


ચૂંટાયા પછી સુરત(મોંઢું)ના દેખાડી

ભોળી પ્રજાને વચનોમાં ભરમાવી


પાંચ વર્ષે લોકો પાછળ પડે છે,

અમારા ચૂંટેલા અમને નડે છે


મંદિર અને મસ્જિદોના પ્રશ્નો જગાવી

અનામત માટે લોકોને લડાવી


અખંડતા અને સ્થિરતાની રાડો પાડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


રેલીઓ અને યાત્રાઓમાં ભીડ જમાવી

ટ્રાફિકમાં નિર્દોષ જનતાને ફસાવી


એ વેતન અને ભથ્થા માટે લડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે


રાહુ અને કેતુ તો સૌને નડે છે

પણ આ જીવતા ભૂતો છાતી પર ચડે છે


સ્વપ્ન વ્યથિત અંતર રડે છે

અમારા ચૂંટેલા અમને નડે છે




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે