Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે સાંઈરામ દવેની રચના - એક દીકરીએ કાગળ લખ્યો માતાને સરનામે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-05 16:50:07

સંતાન અને માતાના સંબંધ વિશે આપણે જાણીએ છીએ. માતા અને બાળક વચ્ચેના સ્નેહને શબ્દમાં વર્ણવવી કદાચ અશક્ય છે. જો પ્રયત્ન કરીએ તો શબ્દો ખુટે તેમ હોય છે. પરંતુ અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે દીકરાની ઝંખનાને કારણે અનેક દીકરીઓને મા બાપ જન્મવા જ નથી દેતા. ગર્ભમાં હોય ત્યારે જ બાળકીને મારી નાખે છે. ઘણી વખત એવી પરિસ્થિતિ સર્જાય છે કે માતાને તો દીકરી જોઈતી હોય છે, માતા દીકરી રૂપી સંતાન ઝંખતી હોય છે પરંતુ પરિવારના દબાણને કારણે માતા કઈ કરી શકતી નથી.


ભૃણ હત્યા કરવામાં આવતી હતી બાળકીની!

પહેલાના સમયમાં ભૃણ હત્યા વધારે થતી હતી, અનેક બાળકીને જન્મ થાય એની પહેલા જ મારી નાખવામાં આવતી હોય છે. પરંતુ આજના સમયમાં આવા કિસ્સાઓ જોવા મળે છે પરંતુ ઘણા ઓછા પ્રમાણમાં. બાળકીઓને મારી નાખવામાં આવે છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત કરવી છે સાંઈરામ દવેની એવી રચના જેમાં પુત્રી માતાને પત્ર લખે છે અને બાળકીને ના મારવા માટે કહે છે.    



એક દીકરીએ કાગળ લખ્યો માતાને સરનામે, 

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે


એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા

પણ મારી હત્યા પાછળ ના કોઈ હૃદયથી રોયા,

હું ધલવલતી કે દીકરો ના બની શકી એ ડામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે..


તુ'ય કોકની દીકરી યાદ છે, તું'ય કોકની થાપણ!

વાંક શું મારો? કા આપ્યું આ જનમની પેલા ખાપણ.

તું દીકરી માટે ઝંખે પણ કલંક માં ના નામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...



ભૃણની હત્યા નથી માત્ર આ, છે મમતાનું મોત,

તારા એક આ કૃર વિચારે, બુઝી કરૂણા જ્યોત

ઓળખી જાજે આવીશ જલ્દી ડોક્ટર થઈને સામે

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...


હવે ભાઈલો જન્મે ત્યારે દે જે ચુમ્મી મારી,

આવજે મમ્મી ક્યાંક હજી છે મારી ઈન્તેજારી,

હવે તો દીકરી તારો, વૃદ્ધાશ્રમ મોકલે તો જામે,

સરનામામાં પોસ્ટ કરૂણાં, મુકામ મમતા ગામે...


દીકરીને કોઈ જનમ ન દેશે દીકરા કેમ પરણશે?

બંધ કરો  આપાપ, માફ તો ઈશ્વર પણ ના કરશે,

સાંઈ દીકરીનો કાગળ લઈ ફરતો ગામે ગામે

સરનામામાં પોસ્ટ કરૂણાં મુકામ મમતા ગામે...

  સાંઈરામ દવે  



લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.