Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સુરેશ દલાલની રચના - આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-25 18:16:32

આજે ધૂળેટીના તહેવારની આપણે ધામધૂમ પૂર્વક ઉજવણી કરી. એકબીજા પર સ્નેહથી કલર છાંટ્યો. હોળી અને શ્રીકૃષ્ણ તેમજ રાધાજી સાથે નાતો છે તેવી વાતો આપણે અનેક વખત સાંભળી હશે. જ્યારે ધૂળેટી શબ્દ આપણા કાનમાં પડે ત્યારે આપણા મનમાં શ્રીકૃષ્ણ અને રાધાજીની છબી સામે આવી જાય. ત્યારે આજે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે સુરેશ દલાલની રચના...    


આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે...


આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…

પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …


તારા તે કાળજાને કેસુડે લાલ લાલ

ઝુલે મારા અંતરની ડાળ

રોમ આ રંગાય મારુ તારી તે આંખના

ઉડતા અણસાર ને ગુલાલ


રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…

પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …


મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી

ભીનું મારા આયખાનું પોત

અંતર ને આંખના અબીલ ગુલાલની

આજ લગી વ્હાલી મુને ચોટ


રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…

પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

  - સુરેશ દલાલ



વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'

થોડા સમય પહેલા સામ પિત્રોડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત સામ પિત્રોડાએ ફરી એક વખત નિવેદન આપ્યું છે. તેમના નિવેદનના લીધે કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર બેકફૂટ પર આવી ગયી છે . કારણ કે ફરી એક વાર સામ પિત્રોડાએ ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.

AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે..