Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અવિનાશ વ્યાસની રચના - ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર..


  • Published By :
  • Published Date : 2024-07-24 17:21:41

આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાત આપણી ભાષા છે.. પરંતુ અનેક લોકો ગુજરાતમાં જ એવા હશે જેમને ગુજરાતી બોલતા નહીં આવડતી હોય. અને જો થોડી થોડી આવડતી હોય છે તો પણ બરાબર બોલતા નથી આવડતી. જેમ જેમ ગુજરાતના પ્રદેશો બદલાય છે તેમ તેમ બોલી પણ બદલાય છે. ઘણી વખત બોલવાની સ્ટાઈલ પરથી ખબર પડી જાય કે સામે વાળો વ્યક્તિ ક્યાંથી આવ્યો છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે અવિનાશ વ્યાસની રચના.. 


ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,

ભાષાની મીઠાશ નહીં, જાણે બોલે કાગડો, કાબર…


ઉત્તરમાં પાટણની પ્રભુતા, અંબાજી સાક્ષાત,

અને દક્ષિણમાં આદીવાસીઓ ભાષાથી અજ્ઞાત..

અને અમદાવાદમાં ચીપી ચીપીને….

(પવાલામાં પાણી પીશો…?? )

અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્ર્હામણ નાગર…


નર્મદનું સુરત જુઓ….

નર્મદનું હુરત જુઓ, તો બોલે બોલે બોબડું.

તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું

તપેલી ને એ કહે પતેલી

(મારી લાયખા… બટાકાનું હાક..!!)

તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર…


એ અચોં અચોં કંઇ કચ્છી બોલે ને કાઠિયાવાડી ઓલા હાલો.. જી રે.. એ હાલો બાપા..

કે ચરોતરીમોં કેમ છો, ચ્યમ છો ને ગરબડને ગોટાળો, હેંડો લ્યા..


કે સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે ભાષાનો રત્નાકર…

ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,

બોલે નહીં બરાબર…

બોલે નહીં બરાબર…

બોલે નહીં બરાબર…


- અવિનાશ વ્યાસ



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .