Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે દીકરીને સમર્પિત એક રચના - પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-20 15:41:07

કહેવાય છે કે દીકરી પિતાના કાળજાનું કલેજું હોય છે. માતા પિતાના ઘરે જ્યારે દીકરી હોય છે ત્યારે એકદમ બિંદાસ્ત હોય છે. પરંતુ જ્યારે દીકરીના લગ્ન થઈ જાય તે બાદ દીકરી વહુ થઈ જાય છે અને તેનું જીવન બદલાઈ જાય છે. જે દીકરી પોતાના ઘરમાં એક ગ્લાસ પણ પાણીનો રસોડામાં નથી મૂકતી તે લગ્ન બાદ સાસરીયાઓની સેવા કરતી થઈ ગઈ છે. જે દીકરી જિન્સ અને ટી-શર્ટમાં રહેતી હતી તે હવે સાડી પહેરતી થઈ ગઈ છે. 3 ટાઈમ આરામથી જમતી દીકરી 3 ટાઈમ જમવાનું બનાવતી થઈ ગઈ. મા પાસે કામ કરાવતી દીકરી સાસુમાનું કામ કરતી થઈ ગઈ. છૂટથી પૈસા વાપરતી દીકરી લગ્ન બાદ શાકભાજીના ભાવ કરાવતી થઈ ગઈ. 



દીકરીના જીવનમાં લગ્ન બાદ શું ફેરફાર આવે છે તે અંગેની રચના  

દીકરીને વ્હાલનો દરિયો કહેવામાં આવે છે. પિતાના ઘરે જ્યારે દીકરી હોય છે ત્યારે તે વહેતા પાણીની જેમ હોય છે, મસ્ત બિન્દાસ્ત હોય છે. પરંતુ જ્યારે દીકરી પરણીને સાસરે જાય છે તે બાદ તેનું જીવન બદલાઈ જાય છે. જે કામ એને પિતાના ઘરે કરવાનો કંટાળો આવતો હતો તે કામ આજે એને કરવું પડે છે અને એ હસતા મોઢે કરે પણ છે.. આજે સાહિત્યના સમીપમાં એવી રચના પ્રસ્તુત કરવી છે જેમાં લગ્ન બાદ દીકરીના જીવનમાં કેવા પરિવર્તન આવે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. રચના કોણે લખી છે તે ખબર નથી પરંતુ રચના તમને ગમી શકે છે. 



કાલની દીકરી આજ વહુ થઈ ગઈ,

કાલે જલસા કરતી હવે સાસરીયામાં સેવા કરતી થઈ ગઈ,

કાલે જીન્સ પહેરતી આજ સાડી પહેરતી થઈ ગઈ,

માવતરમાં વહેતી ચંચલ નદી સાસરીમાં ધીર ગંભીર થઈ ગઈ,

રોજ છૂટથી પૈસા વાપરતી આજ શાકભાજીના ભાવ કરતી થઈ ગઈ,

કાલે સ્કુટી ફૂલ સ્પીડમાં ચલાવતી આજ બાઈકમાં પાછળ બેસતી થઈ ગઈ,

ગઈકાલ સુધી ૩ ટાઇમ બિન્દાસ જમતી આજ ૩ ટાઇમ જમવાનું બનાવતી થઈ ગઈ,

હમેશા પોતાનું ધાર્યું કરતી આજ પતિનું ધાર્યું કરતી થઈ ગઈ,

માં પાસે કામ કરાવતી આજ સાસુમાનું કામ કરતી થઈ ગઈ,

બેન સાથે લડતી ઝઘડતી નણંદનું કહ્યું કરતી થઈ ગઈ,

ભાભીની મજાક કરતી આજ જેઠાણીને આદર આપતી થઈ ગઈ,

પિતાના આંખનું પાણી આજ સસરાને ગ્લાસનું પાણી થઈ ગઈ,

છતાં પણ પિતા કહે છે કે વાહ અમારી આંખનું રતન,

અમારી લાડો “દીકરી” સાસરીયે જઈ સુખી થઈ ગઈ.

લેખક : અજ્ઞાત



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'