ગુજરાતીઓ ઠંડીમાં ઠુઠવાયા! રાજ્યમાં થઈ રહ્યો છે ઠંડીનો અહેસાસ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-01-03 10:26:18

આકરો તાપ તો ગુજરાતીઓએ સહન કર્યો છે પરંતુ હવે કડકડતી ઠંડી કોને કહેવાય તેનો અનુભવ થઈ રહ્યો છે. જાન્યુઆરીની શરૂઆતથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે. વહેલી સવારે જો ઓફિસ જવાનું હોય તો એવો વિચાર કરવો પડે કે કેટલા સ્વેટર પહેરીને જવું! ઠંડો પવન વહી રહ્યો છે જેને લઈ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા ઠંડી હતી પરંતુ પવન ન હતો જેને કારણે વધારે ઠંડી લાગતી ન હતી. પરંતુ ઠંડા પવનને કારણે ઠંડી પોતાનું આકરૂં સ્વરૂપ ધારણ રાજ્યમાં કરી રહી છે. દર વખતની જેમ નલિયાનું લઘુત્તમ તાપમાન એકદમ ઓછું નોંધાયું છે. 

મસૂરીમાં ભારે હિમવર્ષા… | chitralekha

અનેક રાજ્યોમાં થઈ રહી છે હિમવર્ષા 

ડિસેમ્બર મહિનામાં જોઈએ એવો  ઠંડીનો માહોલ જામ્યો ન હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના આંખોમાં પાણી હતા. માવઠાને કારણે ઠંડીનો અનુભવ ન થતો હતો. એવી આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે ત્યારે એ આગાહી હાલ સાચી પડતી લાગી રહી છે. તાપમાનનો પારો સતત ગગડ્યો છે અને નલિયાનું તાપમાન 8.4 પર પહોંચી ગયું છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં હિમવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતમાં પણ ઠંડીમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે. 

 

ગઈકાલથી વહી રહ્યો છે ઠંડો પવન!

બુધવારે એટલે આજે પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. મંગળવારે પણ એવી જ પરિસ્થિતિ હતી કે ઘરની બહાર નીકળવું કે નહીં તેનો વિચાર લોકો કરી રહ્યા હતા! ઉનાળામાં રાત્રીના સમયે લોકો બહાર જવાનું પસંદ કરે છે પરંતુ શિયાળામાં રાત્રે ધાબળા ઓઢી ઉંઘી જવાનું પસંદ કરે છે. એમ પણ શિયાળામાં ઉંઘ વધારે આવે તેવું માનવામાં આવે છે. ત્યારે બુધવારે પણ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે કારણ કે આજ સવારથી પવન વહી રહ્યો છે. 

ભાવનગર જિલ્લાના મિની કશ્મીર મહુવામાં ગાત્રો થીજાવતી ઠંડી : તાપમાન

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 15.9 ડિગ્રી, ડીસાનું તાપમાન 13.2, ગાંધીનગરનું તાપમાન 14.0, વલ્લભવિદ્યાનગરનું તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું, વડોદરાનું તાપમાન 17.0, સુરતનું 17.4 જ્યારે વલસાડમાં તાપમાનનો પારો 17.0 ડિગ્રી પર પહોંચ્યો હતો. તે ઉપરાંત નલિયાનું તાપમાન 8.4, ભાવનગરનું તાપમાન 16.4, દ્વારકાનું તાપમાન 15.9, પોરબંદરનું તાપમાન 14.4  ડિગ્રી નોંધાયું હતું, રાજકોટનું તાપમાન 12.8, દીવનું તાપમાન 17.0, સુરેન્દ્રનગરનું તાપમાન 14.0 ડિગ્રી નોંધાયું છે. ત્યારે આગામી દિવસો દરમિયાન તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે