ગુજરાતીઓને થઈ રહ્યો છે કાતિલ ઠંડીનો અહેસાસ, હજી પણ ગગડશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-01-17 09:28:38

ગુજરાતમાં ફરી એક વખત કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરભારતના રાજ્યોમાં બરફવર્ષા થવાને કારણે ગુજરાતમાં આ વખતે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાન ગગડી રહ્યું છે. ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનાર ત્રણ-ચાર દિવસ આનાથી પણ વધારે ઠંડી પડશે. તાપમાન સતત ઘટતા રાજ્ય ઠંડુગાર બની ગયું છે.

Cold Wave to Persist over Gujarat for Next 48 Hours Cold wave: રાજ્યમાં કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા લોકો, હજુ આટલા દિવસ રહેશે ઠંડીનું જોર

રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો

છેલ્લા અનેક દિવસોથી રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક વર્ષો બાદ આવી ઠંડી પડી હોય તેવું ગુજરાતીઓ માની રહ્યા છે. રાજ્યમાં કોલ્ડ વેવની અનુભૂતિ થઈ રહી છે. રાજ્યના 14 જેટલા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. જેમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જામનગર જેવા શહેરોનો સમાવેશ થાય છે. આવનાર દિવસોમાં આ તાપમાન યથાવત રહેશે અથવા તો આનાથી પણ ઓછુ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

 માઉન્ટ આબુમાં શિયાળો માનવીના હાડકા ઓગળી રહ્યો છે એટલું જ નહીં પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. (તસવીર: કિશન વાસવાણી)

ક્યાં કેટલું નોંધાયું તાપમાન 

અમદાવાદમાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 5.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નલિયામાં  સૌથી ઓછુ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોરબંદરમાં 6.2, રાજકોટમાં 7.3, સુરેન્દ્રનગરમાં 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છોટા ઉદેપુરમાં 10.1, વડોદરામાં 10.4, કંડલામાં 9.1, અમરેલીમાં 9, ડીસામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુમાં તો બરફની વર્ષા થઈ હતી. 

 માઉન્ટ આબુમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 7 ડિગ્રીના ઘટાડાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દિવસભર વાતાવરણમાં ધુળ અને ધ્રૂજારી છૂટી જવાની લાગણી અનુભવાઈ હતી. અહીંની દિનચર્યા સૂર્યોદય પછી જ શરૂ થઈ શકતી હતી.,

ઠંડીને કારણે વધી ખેડૂતોની ચિંતા 

માઉન્ટ આબુમાં માઈનસ 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઠંડીનું પ્રમાણ વધતા પ્રવાસીઓને મજા પડી ગઈ હતી. અનેક સ્થળો પર બરફ જામેલો પણ જોવા મળ્યો હતો. એક તરફ જ્યાં ઠંડીને કારણે લોકોને મજા આવી રહી છે લોકો હિમવર્ષાની મોજ માણી રહ્યા છે તો આ હિમવર્ષા ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યું છે. ઠંડી તેમજ હિમવર્ષાને કારણે પાકને નુકસાન પહોંચવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે