અમદાવાદમાં સૌથી ભયાનક અકસ્માત, નબીરો બેફામ બન્યો SG Highway પર હિટ એન્ડ રન, પોલીસનું પણ મૃત્યું


  • Published By :
  • Published Date : 2023-07-20 12:46:46

નબીરો બેફામ, છેલ્લા કેટલાય સમયનો સૌથી ભયાનક અકસ્માત, 9ના મોત

નબીરાઓ જ્યારે બેફામ થાય છે ત્યારે એક્સીલેટર પર પગ દબાવતી વખતે એમને લાગે છે કે એ રાજ્યની કાયદો વ્યવસ્થાને પગ નીચે કચડીને જઈ રહ્યા છે. અમદાવાદનો એસ.જી.હાઈવે ફરી એકવાર બેફામ મગજના કરોડપતિનો ભોગ બન્યો જ્યારે પુરપાટ ઝડપે આપવી જેગુઆર કારે ઈસ્કોન બ્રિજ પર ઉભા રહેવા ટોળાને અડફેટે લીધું. એ ટોળામાં પોલીસના કર્મચારી પણ હતા,કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યું થયા છે.


ઈસ્કોન બ્રિજ પર આખી ઘટના થઈ, પહેલેથી જ બે ગાડીઓ ટકરાઈ હતી તો મદદ અને પોલીસની સાથે ઉભા રહેલા ટોળા પર લગભગ 160કિમી પ્રતિ કલાકની ઝડપથી આવતી જગુઆર કાર ટકરાઈ, જેમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યું થયા, અમદાવાદના ગોતા વિસ્તારના કુખ્યાતનો દિકરો કાર ચલાવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ સામે આવ્યું છે.


પ્રાથમિક દ્રષ્ટીએ મૃતકોના નામ

ધર્મેન્દ્રસિંહ - પોલીસ કોન્સ્ટેબલ

નિરવ - ચાંદલોડીયા

અક્ષય ચાવડા - બોટાદ

અમન કચ્છી - સુરેન્દ્રનગર

કૃણાલ કોડીયા - બોટાદ

અરમાન વઢવાણીયા - સુરેન્દ્રનગર

રોનક વિહલપરા - બોટાદ


ઈસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ થાર ઘુસી ગઈ હતી, લોકો આ અકસ્માત જોવા ઉભા હતા ત્યાં જ કર્ણાવતી ક્લબ બાજુથી આવતી 160કિમીની ઝડપની જેગુઆરે અસ્કમાત સર્જ્યો,  10 જેટલા લોકો ઘાયલ થયા છે જેમને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અને અકસ્માત કરનાર પણ ઘાયલ થતા એને સિમ્સ હોસ્પિટલ ખસેડાયો છે.

ગોતામાં પહેલેથી જ એક કેસમાં કથિત રીતે જેલની અંદર વ્યક્તિનો દિકરાએ જ અકસ્માત કર્યાનું અનુમાન છે. એની સાથે બીજો એક યુવક અને યુવતી પણ હતા, એમને પણ ઈજા થઈ છે, લોકો અને કાર ચાલક વચ્ચે સંઘર્ષ થાય એ પહેલા જ એને કોઈક બચાવીને સિમ્સમાં દાખલ કરવા લઈ ગયું. છોકરી અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ કોઈને ખબર નથી અને એ સિવાય બે ઈજાગ્રસ્તો નામે મિજાન શેખ અને નારણ ગુર્જરને અસારવા સિવિલમાં ખસેડાયા છે

આ લોકો કોઈ સજાથી ડરતા નથી, સિસ્ટમને પગની ધૂળ સમજે છે!

અમદાવાદના વિસ્મય શાહથી લઈને હમણાં છેક તથ્ય સુધીની વાત હોય, આ લોકોને પોતાના રૂપિયા પર એટલો ઘમંડ હોય છે કે એક્સીલેટર બેફામ બને એ પહેલા એમને વિચાર જ નથી આવતો કે અકસ્માત થશે અને કોઈનો જીવ જશે તો! એમના માટે આ માત્ર થ્રિલની વાત હોય છે. એમની થ્રિલ લોકોના ઘર, લોકોના કાળજાના ટુકડા છીનવી લે છે પણ આ લોકોને લેશમાત્ર ફરક નથી પડતો. એ સમજે છે કે આ દુનિયામાં રૂપિયાથી બધુ જ ખરીદી શકાય છે. કાયદાથી લઈ લોકોના જીવ સુધી કંઈ પણ. આ ઘટનામાં 9 લોકોને મારનાર તથ્ય પટેલના પિતાએ બચાવ કર્યો છે. પ્રજ્ઞેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી રહ્યા છે જેમાં તે કહી રહ્યા છે કે કોઇ મને મારે તો હું માર ખાવા તૈયાર, દંડ કરે તો દંડ ભરવા તૈયાર... હવે ન્યાયાલય નક્કી કરશે કે કેવી રીતે ન્યાય કરવો..... મારો દિકરો 90 કિમીએ ચલાવતો હતો. 


ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી