લ્યો બોલો! ગુલાબસિંહ રાજપૂતે ઉપવાસ પહેલા ભગવાનને પત્ર લખ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 12:37:04

આજકાલ બધા ભગવાન ભરોસે છે તેવું લાગી રહ્યું છે. તે પછી ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે હોય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હોય. તમામ લોકો ચૂંટણી પહેલા ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. 


શું છે વિવાદ?

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ઉપવાસ પર બેસતા પહેલા ધરણીધર ભગવાનને પત્ર લખ્યો છે. થરાદ વિધાનસભા વિસ્તારના પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા તેમણે ગુજરાત સરકારને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ભગવાન ધરણી સરકારને સદબુદ્ધી આપે. 


ભગવાન ધરણીધરને શું કરી ફરિયાદ 

ગુલાબસિંહ રાજપૂતે થરાદ મતવિસ્તારના 10 પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ઉપવાસ પર બેસવાના છે. ભગવાન ધરણીધરને ફરિયાદ કરતા તેમણે પત્રમાં લખ્યું હતું કે ભગવાન સરકારને સદબુદ્ધી આપે અને પોતાને ઉપવાસ પર બેસવાની શક્તિ આપે. 


કયા પડતર પ્રશ્નો મામલે કરશે ઉપવાસ 

થરાદ વિધાનસભાના 97 ગામને પૂરતા પ્રમાણમાં પાણી આપવા, રસ્તા પાકા કરવા, નાગલા-ડોડગામ-ખાનપુરમાં પાણી નિકાલ, નર્મદા કેનાલમાંથી લીકેજનો પ્રશ્ન દૂર કરવા, ગૌશાળા માટે જાહેરાત મુજબ 500 કરોડ ચૂકવવા, જમીનોના રિસર્વે કરવા, દલીત સમાજની સ્મશાનભૂમિ નીમ કરવા જેવા મુદ્દે ગુલાબસિંહ રાજપૂત ઉપવાસ કરવા જઈ રહ્યા છે.  



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.