ગુલામ નબી આઝાદે નવી પાર્ટીની કરી જાહેરાત, ‘ડેમોક્રેટિક આઝાદ’નામ રાખ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 14:00:54

ગુલામ નબી આઝાદે 26 ઓગષ્ટના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તે નવી પાર્ટી બનાવશે તેવું માનવામાં આવતું હતું. આઝાદના સમર્થનમાં કાશ્મિરના અનેક અગ્રણી નેતાઓએ રાજીનામા ધરી દેતા કાશ્મિરમાં કોંગ્રેસને પણ ફટકો પડ્યો હતો. આઝાદે પણ તેમના સમર્થકો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નવી પાર્ટીની ઈચ્છા વ્યક્ત કરી હતી. આઝાદની આ જાહેરાતથી કાશ્મિરનું આંતરિક રાજકારણ ગરમાયું હતું. 


ગુલામ નબી આઝાદે પાર્ટીના નામની કરી જાહેરાત


ગુલામ નબી આઝાદે આજે પોતાની પાર્ટીના નામનું એલાન કર્યું છે. તેમણે પોતાની પાર્ટીનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ રાખ્યું છે. આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં નવી પાર્ટીના નામની ઘોષણા કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમની પાર્ટીની વિચારધારા આઝાદ હશે. રવિવારે જ ગુલામ નબી આઝાદ શ્રીનગર પહોંચ્યા હતા. તેઓ 27 સપ્ટેમ્બર સુધી ત્યાં જ રહેશે. ત્યારબાદ તેઓ દિલ્હી જવાના છે. 


આઝાદે કહ્યું હતું કે, તેમની પાર્ટીમાં ધર્મ નિરપેક્ષ લોકો જ સામેલ થઈ શકે છે. તેમણે પાર્ટીના નામને લઈને જનતા પાસેથી પણ સૂચનો માંગ્યા હતા. શ્રીનગરની મુલાકાત દરમિયાન પણ તેમણે સમર્થકો સાથે પાર્ટીના નામને લઈને મંથન કર્યુ હતું અને ત્યારબાદ હવે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી પાર્ટીનું એલાન કરી દીધું છે. 


જમ્મુમાં મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે મારી નવી પાર્ટી માટે ઉર્દૂ, સંસ્કૃતમાં લગભગ 1500 નામ અમને મોકલવામાં આવ્યા હતા. 'હિન્દુસ્તાની' એ હિન્દી અને ઉર્દૂનું મિશ્રણ છે. અમે ઇચ્છીએ છીએ કે નામ લોકશાહી, શાંતિપૂર્ણ અને મુક્ત હોય. ગુલામ નબી આઝાદે ગયા મહિને કોંગ્રેસ સાથેના તેમના પાંચ દાયકાથી વધુ જૂના સંબંધો તોડી નાખ્યા હતા.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .