કોંગ્રેસથી અલગ થઈને અલગ પાર્ટી ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (DPAP) બનાવનારા જમ્મુ-કાશ્મિરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આઝાદ જમ્મુ-કાશ્મિરના લોકોથી કહીં રહ્યા હતાં કે "હિંદુ ધર્મ ઈસ્લામથી ઘણો જુનો છે, અને આપણે બધા પહેલા હિંદુ જ હતા, તેમણે કહ્યું કે ઇસ્લામ 1500 વર્ષ પહેલા આવ્યો હતો હતો અને 600 વર્ષ પહેલા બધા કાશ્મિરીઓ પંડિત હતા. તેમણે કહ્યું કે બધા હિંદુઓમાંથી જ કન્વર્ટ થયા છે."
કન્વર્ટ થઈને મુસલમાન બન્યા
ગુલામ નબી આઝાદનો આ વીડિયો જમ્મુ અને કાશ્મિરના ડોડા જિલ્લાનો છે, આઝાદ 9 ઓગસ્ટના રોજ અહીં ભાષણ આપવા પહોંચ્યા હતા, વીડિયોમાં આઝાદ કહીં રહ્યા છે, 'ઈસ્લામનો જન્મ 1500 પહેલા જ થયો હતો, ભારતમાં કોઈ જ બહારનું નથી. આપણે બધા આ જ દેશના છિએ. ભારતના મુસ્લિમો મૂળ રૂપથી હિંદુ હતા, જે બાદમાં કન્વર્ટ થઈ ગયા. તેઓ કન્વર્ટ થઈને મુસલમાન બની ગયા. તેમણે વધુમાં કહ્યું કે કાશ્મિરમાં 600 વર્ષ પહેલા માત્ર કાશ્મિરી પંડિતો જ રહેતા હતા. પછી અનેક લોકો કન્વર્ટ થઈને મુસલમાન બની ગયા. આ દરમિયાવ આઝાદે ભાઈચારો, શાંતિ અને એકતા જાળવી રાખવાનો આગ્રહ કરતા કહ્યું કે 'ધર્મને રાજનિતી સાથે જોડવો જોઈએ નહીં, લોકોએ ધર્મ અને નામ પર મતદાન કરવું જોઈએ નહીં.
કોઈ બહારથી નથી આવ્યું
ગુલામ નબી આઝાદે કહ્યું અમે બહારથી નથી આવ્યા, આ માટીમાંથી પેદા થયા છીએ, અને આજ માટીમાં મળી જઈશું, ભાજપના કોઈ નેતાએ કહ્યું કે કોઈ બહારથી આવ્યું છે, કોઈ અંદરથી આવ્યું છે, મેં તેમને કહ્યું કે કોઈ અંદર અને બહારથી નથી આવ્યું. હિંદુઓમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, ત્યાર બાદ તેમને નદીમાં તર્પણ કરવામાં આવે છે, તે પાણી અલગ-અલગ જગ્યાએ જાય છે, ખેતરોમાં પણ જાય છે એટલે કે અમારા પેટમાં જાય છે.






.jpg)








