જ્ઞાન સહાયકો મુદ્દે ભાજપના 156 ધારાસભ્યોમાંથી એક માત્ર આ MLAએ અવાજ ઉઠાવ્યો, શિક્ષણમંત્રીને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-09-10 19:40:53

રાજ્યમાં ઘણા દિવસોથી ટેટ-ટાટના ઉમેદવારો ઠેર-ઠેર ફરી આવેદનો આપી રહ્યા હતા, ચિઠ્ઠી લખી, તેમની માંગણી માટેનો અવાજ ઉઠાવી રહ્યા હતા તે અવાજમાં અમુક નેતાઓની સાથે વધુ એક નેતાનો અવાજ સામેલ થયો છે, અને આ મહત્વની બાબત એટલે છે કે આ નેતા શાસક પક્ષના છે, જયારે ભાજપના પ્રવક્તાઓ આ વિષય પર ચાલુ ડિબેટ છોડી જતા રહે છે ત્યારે અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખ્યો છે.



ધારાસભ્ય હસમુખ પટેલે પત્રમાં શું લખ્યું?


ભાજપના 156 ધારાસભ્યોમાંથી એક નેતાજી લાગ્યું કે ટેટ-ટાટના ઉમેદવારોની માંગ સાચી છે અને તેમણે રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખ્યો અને કહ્યું કે આ યોજના ગુજરાતના બાળકો અને ટેટ-ટાટના ઉમેદવારોના હિતમાં નથી- અમદાવાદ -અમરાઈવાડી- વિધાનસભા નં-50માં ધારાસભ્ય ડૉ. હસમુખ પટેલે 9 સપ્ટેમ્બરે મંત્રીજી કુબેર ડીંડોરને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે 'જયભારત સાથે જણાવવાનું કે, TET-TAT પાસ થયેલ ઉમેદવારોની રજૂઆત મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ,૨૦૨૦' અને 'મિશન સ્કુલ્સ ઓફ એકસેલેન્સ' ના લક્ષ્યો મુજબ ગુણવત્તા યુક્ત શિક્ષણના હેતુ માટે ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં 'જ્ઞાન સહાયક યોજના' બહાર પાડવામાં આવેલ છે. જેમાં જ્ઞાન સહાયકોને મુજબ 11 માસના કરાર આધારિત શાળામાં નિમણૂંક આપવામાં આવશે. જે ગુજરાતના બાળકો તથા TET-TAT પાસ ઉમેદવારોના હિતમાં નથી. જો જ્ઞાન સહાયકોની યોજના અમલમાં આવશે તો છેલ્લા ઘણા વર્ષોથી આ પરીક્ષા તેમજ આ નોકરીને પોતાનું અંતિમ લક્ષ્ય માનીને મેહનત કરતા ભાવી શિક્ષકોનું ભવિષ્ય અંધકારમય બનવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે. ઉપરોક્ત વિષયને ગંભીરતા જણાઈ અને ગુજરાતના બાળકોના શિક્ષણના હિતમાં અને TET-TAT પાસ ઉમેદવારોના પરિવારમાં કાયમી રોજગારી માટે સરકારશ્રી દ્વારા જ્ઞાન સહાયક તથા અન્ય કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ કાયમી વિદ્યા સહાયક, સરકારી શિક્ષકોની ભરતી કરવા આપ સાહેબશ્રી TET- TAT પાસ થયેલ ઉમેદવારોને ન્યાય મળે તે હેતુથી આપશ્રીને મારી ભલામણ છે. તો આ અંગે યોગ્ય ઘટતું કરવા વિનંતી.' 

 

NSUI નેતાનું MLAને આંદોલનમાં જોડાવા આમંત્રણ  


ધારાસભ્યના આ પત્ર પર વિદ્યાર્થી સંગઠન NSUIએ આકરા પ્રહાર કર્યા છે. NSUIના વિદ્યાર્થી નેતા તોષિત મકવાણાએ જણાવ્યું હતું કે, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ માત્ર શિક્ષકોને લોલીપોપ આપવા માટે સોશિયલ મીડિયા મારફતે પત્ર લખે છે. ધારાસભ્ય ખરેખર ઉમેદવારોનું હિત ઈચ્છતા હોય તો ગાંધીનગર ચાલી રહેલ આંદોલનમાં જોડાઈ. વિદ્યાર્થીઓ તથા સંગઠન સાથે આંદોલન કરે. આંદોલનમાં જોડાય તો જ સાચા સેવક કહેવાય.


જ્ઞાન સહાયક યોજના શું છે?


ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયકની 11 માસના કરાર આધારિત 26,500 રૂપિયાના પગારે ભરતી કરવામાં આવી રહી છે. જેને પગલે TET-TAT પાસ વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો હોવાની બૂમરાણ ઉઠી છે. આ જ્ઞાન સહાયક યોજનાથી વર્ષોથી મહેનત કરતાં TET-TAT પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સપનું રોળાઈ રહ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે