Gyanvapi Case : વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓ દ્વારા કરવામાં આવતી પૂજાનો અધિકાર યથાવત્ રહ્યો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી...


  • Published By :
  • Published Date : 2024-02-26 11:11:39

જ્ઞાનવાપી કેસને લઈ આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ સુનાવણી થાય તે પહેલા જ હાઈકોર્ટ દ્વારા મુસ્લિમ પક્ષોને મોટો ઝટકો આપી દેવામાં આવ્યો. કોર્ટે અરજીને જ ફગાવી દીધી હતી જેને લઈ વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર યથાવત્ રાખ્યો છે. હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવાતા હવે મુસ્લિમ પક્ષ આને લઈ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે તેવી સંભાવનાઓ છે.   

હાઈકોર્ટે ફગાવી દીધી મુસ્લિમ પક્ષની અરજી!

મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ વાતને પડકારતી અરજી મુસ્લિમ પક્ષ દ્વારા કરવામાં આવી હતી.  અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિને જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ કરવા સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. જેને કારણે વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર યથાવત રહ્યો છે. વાસ્તવમાં, આ પૂજા કરવાનો આદેશ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો, જેની સામે મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસની સુનાવણી કરતા મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટે વારાણસી જિલ્લા ન્યાયાધીશના 31 જાન્યુઆરીએ પૂજા શરૂ કરવાના આદેશને યોગ્ય ગણાવ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે