જ્ઞાનવાપી વિવાદ પર કોર્ટે હિંદુ પક્ષની દલીલ સ્વીકારી, 22મીએ થશે સુનાવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 16:12:27

ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી ખરેખર કોની છે? આ અંગે હિંદુઓ અને મુસ્લિમો પોત પોતાનો દાવો કરતા હતા. અંતે આ કેસ કોર્ટમાં ગયો આજે સોમવારે મસ્જિદ વિવાદમાં વારાણસી જિલ્લા કોર્ટેમાંથી ચુકાદો આવી ગયો છે. કોર્ટ તરફથી હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કરવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું  કે આ કેસ સુનાવણી કરવા યોગ્ય છે. કોર્ટ દ્વારા  આગામી 22 સપ્ટેમ્બરે આ કેસની સુનાવણી શરૂ કરવામાં આવશે.


શું કહ્યું વારાણસી જિલ્લા કોર્ટે 


જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશે ચુકાદો સંભળાવતા કહ્યું કે, આ કેસમાં અંજૂમન ઈંતજામિયા કમિટીની અરજી રદ કરવામા આવે છે. જજે કહ્યું કે, રૂલ 6/11 લાગૂ થશે, 7/11 લાગૂ નહીં થાય. તો વળી કોર્ટે માન્યું કે, જ્ઞાનવાપી પરિસરમાં પૂજા કરવાના અધિકારવાળી માગ 5 હિન્દુ મહિલાઓ દ્વારા દાખલ કરવાનો કેસ સુનાવણી યોગ્ય છે. સાથે જ હવે આ કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે.



વારાણસીમાં કલમ 144 લાગુ કરાઈ


જ્ઞાનવાપી મસ્જીદ કેસની ગંભીરતાને જોતા વારાણસીમાં કલમ-144 લગાવવામાં આવી હતી. ઠેર-ઠેર પોલીસ તૈનાત કરવામાં આવી હતી. કોર્ટ પરિસરની સુરક્ષા અંગે પોલીસ તંત્ર ઘણુ સજાગ હતું. કોર્ટ પરિસરમાં કોઈ અરાજક્તા ન સર્જાય તે માટે બે હજારથી પણ વધુ પોલીસકર્મી ખડકી દેવામાં આવ્યા હતા. બીજી તરફ જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી વિવાદનો ચૂકાદો પોતાના પક્ષમાં આવે તે માટે હિંદુ પક્ષ દ્વારા અનેક મંદિરોમાં હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવામાં આવ્યો હતો. 


જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી કેસ શું છે?


ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સ્થાપિત હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરવાની મંજૂરી પાંચ હિંદુ મહિલાઓએ માંગી હતી. આ પાંચ અરજીકર્તાઓની આગેવાની દિલ્હીની રાખી સિંહ કરી રહી છે, બાકીની ચાર મહિલાઓ બનારસની સીતા સાહુ, મંજુ વ્યાસ, લક્ષ્મી દેવી અને રેખા પાઠક છે. કોર્ટના આદેશ પર મસ્જિદમાં સર્વે પણ કરવામાં આવ્યો હતો. સર્વે બાદ હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે શિવલિંગ મસ્જિદના ભોંયરામાં છે, જ્યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો હોવાનું જણાવ્યું હતું. 26 એપ્રિલ 2022ના રોજ, વારાણસી સિવિલ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં શૃંગાર ગૌરી અને અન્ય દેવતાઓની ચકાસણી માટે વીડિયોગ્રાફી અને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .