ગ્યાસુદ્દીન શેખે લખ્યો હતો ચંડાળ ચોકડી વાળો લેટર, રાજકારણ ગરમાયા બાદ કરી આ ટ્વિટ, જાણો શક્તિસિંહ ગોહિલ વિશે શું કહ્યું તેમણે?


  • Published By :
  • Published Date : 2023-06-24 17:01:34

કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ હંમેશા ચર્ચાનો વિષય બનતો હોય છે. નિષ્ણાંતોના માનવા અનુસાર નેતાઓ વચ્ચે ચાલતા ડખાની અસર કોંગ્રેસના સંગઠનમાં પડતી હોય છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા હાઈ કમાન્ડે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે કરી છે. શક્તિસિંહ ગોહિલ સેટ થાય તે પહેલા કોંગ્રેસના અગ્રણી નેતા માનવામાં આવતા ગ્યાસુદ્દીન શેખ તેમજ ઈમરાન ખેડાવાલાએ તેમને ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠી લખીને તેમણે શહેરી વિસ્તારોમાં પક્ષને મજબૂત બનાવવા પ્રસ્થાપિત ચંડાળ ચોકડીઓથી મુક્ત બનાવવાની માગ કરી હતી. ગઈકાલે આ વાત ચર્ચાનો વિષય બની હતી ત્યારે આજે તેમની બીજી ટ્વિટ ચર્ચામાં છે. પોતાની ટ્વિટમાં તેમણે કહ્યું કે શક્તિસિંહ ગોહિલ સાથે આ મામલે બેઠક થઈ હતી અને અમે આ મુદ્દાને સમાપ્ત કરી રહ્યા છીએ.

         

ગઈકાલે નેતાએ લખ્યો હતો પત્ર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. કોંગ્રેસના ફાળે માત્ર ગણતરીની સીટો આવી હતી. કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદ અનેક વખત આપણી સામે આવ્યો છે. ત્યારે કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાએ શક્તિસિંહ ગોહિલને પત્ર લખી વિનંતી કરી હતી. ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાના આ પત્રમાં શહેરી વિસ્તારોમાં પક્ષને મજબૂત બનાવવા પ્રસ્થાપિત ચંડાળ ચોકડીઓથી મુક્ત બનાવવાની માગ કરી છે.  આવા લોકો ઘણા વર્ષોથી શહેરોમાં કોંગ્રેસને સારું પરિણામ આપી શક્યા નથી. શહેરી વિસ્તારમાં આવા લોકોને હોદ્દા પરથી દૂર નહિ કરાય ત્યાં સુધી કોંગ્રેસ સત્તા પર નહિ આવી શકે.



તેમણે કોંગ્રેસ પાર્ટીમાં  તમામ ધર્મના અને સમૂહના નાના કાર્યકરને મહત્વ આપવા પર પણ ભાર મુક્યો છે. તેમણે કહ્યું કે "કાલે દિલ્હી હાઈકમાન્ડ સાથેની મીટીંગના ફોટાઓ સોશ્યલ મીડીયામાં વાઈરલ થતા હજારો લોકોના અમોને ફોન અને મેસેજ આવ્યા કે જે પીઢ નેતાઓને બોલાવ્યા એ સારી બાબત છે પરંતુ આમાં પક્ષને સમર્થિત થઈ 24x7 કામ કરતા કોઈ ચહેરા કેમ દેખાતા નથી? તેવા સમયે અમોએ કોંગ્રેસ હાઈકમાન્ડને ટ્વીટ દ્વારા ગુજરાતના લાખો કાર્યકર્તાઓના મનની ભાવનાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ દુઃખ સાથે કહેવુ પડે છે કે શિસ્તબદ્ધ રીતે બંધબારણે કાર્યકર્તાઓના હિતમાં રજૂઆત કરવામા આવે તેનું કોઈ જ પરિણામ ન દેખાય ત્યારે પક્ષના હિતમાં જાહેરમાં પણ કાર્યકર્તાઓની વાતને વાચા આપવા મજબૂર થવુ પડે છે."



શક્તિસિંહ ગોહિલ માટે ગ્યાસુદ્દીન શેખે કહી આ વાત 

નેતાઓ દ્વારા લખવામાં આવેલા આ પત્રને નિષ્ણાંતો લેટર બોમ્બ કહેતા હતા. શક્તિસિંહને મળેલા પત્ર પર ચર્ચાઓ થઈ રહી હતી. ત્યારે આજે ફરી એક વખત ગ્યાસુદ્દીન શેખે આ મામલે ટ્વિટ કરી છે. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું છે કે જે મામલે ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ ટ્વિટ કર્યું હતું તેની મુદ્દે શક્તિસિંહ ગોહીલ સાથે બેઠક થઈ હતી અને તે સકારાત્મક રહી હતી. અમે આ મામલાને અહીંયા જ ખતમ કરી રહ્યા છીએ. અમારો વિરોધ શક્તિસિંહ ગોહિલ વિરૂદ્ધ ક્યારેય ન હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે