ફરી ઓનલાઈન શોપિંગ કરવું પડ્યું ભારે !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:02:07

IIM અમદાવાદના એક છોકરા સાથે ઓનલાઈન કૌભાંડનો મામલો સામે આવ્યો છે. તેણે એક ઈ-કોમર્સ વેબસાઈટ પરથી લેપટોપનો ઓર્ડર આપ્યો હતો. ત્યારે ઓર્ડર મળ્યા બાદ જ્યારે પેકેજ ખોલવામાં આવ્યું તો તેમાં ઘડિયાળના સાબુના બાર નીકળ્યા. જોકે આ ઓર્ડર તેના પિતાને મળ્યો હતો. જે પછી ફ્લિપકાર્ટના કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવને ફરિયાદ કરવામાં આવી તો તેઓએ ફરિયાદ નોંધવાનો ઈન્કાર કરી દીધો.અમદાવાદના યશસ્વી શર્મા. યશસ્વીએ તેની લિંક્ડઇન પ્રોફાઇલ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન તેના પિતા માટે લેપટોપનો ઓર્ડર આપ્યો હતો, ઓર્ડરનું પેકેજ તેના પિતાને મળ્યું હતું અને જ્યારે તેણે પેકેજ ખોલ્યું ત્યારે ત્યાં ઘડિના  સાબુ હતા. તેમાં બાર કર્યું . એમને કસ્ટમેર કેરમાં કમ્પલેનપણ કરી પરંતુ તેમની કૅમ્પલેમ લેવામાં આવી નહીં.

 

છેતરપિંડીથી કેવી રીતે બચવું?

ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઓનલાઈન ચીજવસ્તુઓનું વેચાણ કરતી અન્ય ઘણી ઈ-કોમર્સ વેબસાઈટ તમને 'ઓપન બોક્સ ડિલિવરી' નામની સેવા આપે છે. આ ઓપન બોક્સ ડિલિવરી સિસ્ટમમાં, જે ડિલિવરી એજન્ટ કંપની વતી તમારું પાર્સલ લાવે છે, તેણે તે પાર્સલ તમારી સામે ખોલીને તેની તપાસ કરાવવી પડશે. અહીં તમે ખાતરીપૂર્વક આરામ કરી શકો છો કે તમારી આઇટમ સાચી છે અને કાર્ય કરે છે. જે પછી તમે એજન્ટને OTP શેર કરી શકો છો



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે