હલ્દ્વાની રેલ્વે જમીન કેસ: સુપ્રીમ કોર્ટની લોકોને મોટી રાહત, દબાણો હટાવવા પર સ્ટે


  • Published By :
  • Published Date : 2023-01-05 15:11:51

ઉત્તરાખંડના હલ્દ્વાની રેલ્વે જમીન કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે, સુપ્રીમ કોર્ટે નૈનીતાલ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અસરગ્રસ્તોને  મોટી રાહત આપતા રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે 50 હજાર લોકોને રાતોરાત હટાવી શકાય નહીં. સુપ્રીમે રેલવેને પણ નોટિસ ફટકારી છે, અને આગામી 7 ફેબ્રુઆરી સુધી દબાણ નહીં હટાવવાનો હુકમ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 7 ફેબ્રુઆરીએ થશે. સુપ્રીમ કોર્ટના આ  ચુકાદાથી પીડિત પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. 


ઉત્તરાખંડ હાઈકોર્ટે આપ્યો હતો ચુકાદો


ઉત્તરાખંડ હાઈકોર્ટે 20 ડિસેમ્બરે હલ્દાનીમાં રેલવે જમીન પરના દબાણો હટાવવા માટે હુકમ આપ્યો હતો. રાજયનું વહીવટીતંત્ર પણ આ  દબાણોની તૈયારીમાં લાગી ગયું હતું.  જો કે આ દરમિયાન બે જાન્યુઆરીએ અસરગ્રસ્તોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેના પર આજે સુનાવણી થયા બાદ સુપ્રીમ કોર્ટે પીડિત પરિવારોના હિતમાં ચુકાદો આપ્યો હતો.


હલ્દ્વાની વસાહત વિવાદ શું છે? 


ઉત્તરાખંડના હલ્દ્વાનીના બાનભૂલપુરાના 2.2 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી ગફૂર બસ્તી, ઢોલક બસ્તી અને ઈન્દિરા નગર આવેલા છે. જ્યાં રેલ્વે દ્વારા રહેવાસીઓને નોટિસ ફટકારવામાં આવી છે કે, કિમી 82.900 થી 80.170 રેલ્વે કિમી વચ્ચેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે, નહીં તો દબાણ દૂર કરવામાં આવશે અને અતિક્રમણ કરનારાઓ પાસેથી જ ખર્ચ વસૂલવામાં આવશે.


રેલવેના જણાવ્યા અનુસાર 2013માં ગૌલા નદીમાં ગેરકાયદે રેતી ખનનને લઈને મામલો સૌપ્રથમ કોર્ટમાં પહોંચ્યો હતો. 10 વર્ષ પહેલા તે કિસ્સામાં એવું જાણવા મળ્યું હતું કે, રેલ્વેની બાજુમાં રહેતા લોકો જ ગેરકાયદેસર રેતી ખનન સાથે સંકળાયેલા હતા. ત્યારે દાવો કરવામાં આવે છે કે, હાઈકોર્ટે રેલવેને પક્ષકાર બનાવીને વિસ્તાર ખાલી કરવા કહ્યું હતું. ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓએ સુપ્રીમ કોર્ટમાં જઈને વિરોધમાં અરજી દાખલ કરી હતી.


સુપ્રીમ કોર્ટે સ્થાનિક રહેવાસીઓની દલીલો સાંભળવાનો પણ નિર્દેશ આપ્યો છે. રેલવેનો દાવો છે કે, તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે 20 ડિસેમ્બર 2022ના રોજ અતિક્રમણ કરનારાઓને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. રેલવેનો દાવો છે કે, તેની પાસે જૂના નકશા, 1959નું નોટિફિકેશન, 1971નો રેવન્યુ રેકોર્ડ અને 2017નો સર્વે રિપોર્ટ છે.


પરંતુ હાથમાં તમામ દસ્તાવેજો, જૂના કાગળો અને દલીલો સાથે લોકો પ્રશ્નો ઉભા કરે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમે રેલવેની જમીન પર દબાણ કર્યું નથી, રેલવે અમારી પાછળ પડી છે. હાલમાં રેલવેના 4400 પરિવારો અને 50 હજાર લોકો દબાણ કરનાર છે કે પછી તેઓ પોતાના ઘર બચાવવા લાચારીના વળાંક પર ઉભા છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.