હલવા સેરેમની બાદ 'લોક' થયા નાણા મંત્રાલયના 100 કર્મચારીઓ, 1 ફેબ્રુ. બાદ આવશે બહાર, જાણો કેમ?


  • Published By :
  • Published Date : 2023-01-26 21:53:06

બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આજે નાણામંત્રાલયમાં યોજાયેલી હલવો સેરેમનીમાં નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓ સાથે સ્વાદિષ્ટ હલવાની મજા માણી હતી. ગુરુવારે પરંપરાગત હલવા સેરેમની સાથે બજેટને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આ ઈવેન્ટ થઈ શકી ન હતી. દર વર્ષે બજેટની તૈયારી માટે લોક-ઇન પ્રક્રિયા પહેલા હલવા સમારોહનું આયોજન કરવામાં આવે છે. 


અધિકારીઓ ભોયરામાં બંધ


હલવા સેરેમની પછી, નાણા મંત્રાલયના કેટલાક પસંદગીના અધિકારીઓ નોર્થ બ્લોકના ભોંયરામાં રહે છે. નાણામંત્રીના બજેટ ભાષણ પછી જ આ લોકોને બહાર જવાની મંજૂરી આપવામાં આવે છે. આવું એટલા માટે થાય છે કે બજેટ સંબંધિત કોઈ માહિતી લીક ન થાય તેટલા માટે તેમને લોક-ઈન કરવામાં આવે છે. આ સમય દરમિયાન તેઓ પરિવારજનો, મિત્રોને મળી શક્તા નથી. 


પોલીસ અને IBની રહેશે છે નજર


બજેટ બનાવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા લગભગ 100 કર્મચારીઓને એક સપ્તાહ સુધી પરિવારથી દૂર રહેવું પડે છે. આ દરમિયાન તેમને મોબાઈલ, ઈમેલ, ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની છૂટ નથી. એટલે કે તેઓ બહારની દુનિયાથી સંપૂર્ણપણે કપાયેલા રહે છે. ગુપ્તચર વિભાગ તેમના પર સતત નજર રાખે છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના ઘણા દેશોમાં અધિકારીઓને આવી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ અધિકારીઓ માટે ડોક્ટરોની એક ટીમ પણ હાજર રહે છે. જો કોઈ અધિકારીની તબિયત બગડે તો તેમની સારવાર થઈ શકે તે માટે આવું કરવામાં આવે છે. આ અધિકારીઓ પર સતત CCTVથી નજર રાખવામાં આવે છે.




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.