2 વર્ષ બાદ આનંદો:આ વર્ષે સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે.સતત 2 વર્ષથી કોરોનના કારણે મોકૂફ રખાયો હતો મેળો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 10:57:25

STORY BY - BHAVIK SUDRA

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પારંપરિક કાર્તિકી પૂર્ણિમા નો મેળો યોજાય છે.આ મેળા મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડે છે. લોકો આખુ વર્ષ આ મેળાની રાહ જોઈને બેસે છે

Somnath Temple- Significance | Structure | Mythology

બે વખત કાર્તિકી પૂર્ણિમાનો મેળો રદ કરાયો હતો 

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ અને તૌકતે વાવાઝોડાના પગલે ગીર સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો અગાઉ કેન્સલ કરાય હતો. પરંતુ મહાનો ખતરો ટળી જતા તેને ફરીથી આયોજન કરવાની જાહેરાત કરાઈ.સોમનાથમાં થનારો કાર્તિકી પૂર્ણિમાનો મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે.

ભાવનગરના લોકમેળામાં ચકડોળને ...

સોમનાથ સાંનિઘ્‍યે દેવદિવાળી પર્વે યોજાતા પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આ વર્ષે આયોજન કરવાનો સોમનાથ ટ્રસ્‍ટએ નિર્ણય કર્યો છે. કાર્તિકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિરમાં નિત્‍યક્રમ મુજબ મઘ્‍યરાત્રીએ વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી થશે.સોમનાથ સાંનિઘ્‍યે કાર્તિકી પૂર્ણ‍િમાનું અનેરૂ મહાત્‍મય છે. છેલ્‍લા સાત દાયકાથી દર વર્ષે દેવદિવાળીના પર્વ (અગિયારસ) થી કાર્તિકી પૂર્ણીમા (પૂનમ)ના દિવસ સુઘી સોમનાથ સાંનિઘ્યે પાંચ દિવસીય લોકમેળાનું મંદિર ટ્રસ્‍ટ દ્રારા આયોજન કરાય છે.કાર્તિકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિરમાં મઘ્‍યરાત્રીએ થતી મહાઆરતી સહિતની પૂજાવિઘિ દર્શનના કાર્યક્રમો નિત્‍યક્રમ મુજબ થશે.

પ્રભાસક્ષેત્રમાં કાર્તિકી પૂર્ણિમાનુ વિશેષ માહાત્મ્ય રહેલું છે

Somnath temple to remain open for 22 hours due to Lunar eclipse on August 7  | DeshGujarat

કારણ કે, કાર્તિકી પૂર્ણિમાની મઘ્યારાત્રીએ ચંદ્ર ભગવાન શિવના મસ્તક પર ધારણ કરે છે. શિવ ચંદ્રશેખર અને સોમેશ્વર નામથી પૂજાયએ દિવસ પણ કાર્તિકી પૂર્ણિમાનો હોવાથી ઘાર્મીક દ્રષ્ટીએ તેનું મહાત્મય છે. દર વર્ષે કાર્તિકી પૂર્ણીમાની મઘ્યરાત્રી (રાત્રીના 12 વાગ્યે) સોમનાથ મંદિરના શિખર પર ચંદ્ર પોતે સ્થાન લે છે તેનો અલોકીક નજારો નિહાળવા મોટીસંખ્યામાં ભાવિકો સોમનાથ મંદિરએ આવે છે. આ દિવસે મઘ્યરાત્રીએ સોમનાથ મહાદેવને મહાઆરતી પણ કરવામાં આવે છે જેનો લ્હાવો લેવા દર વર્ષે અનેક ભકતો લેવા આવે છે.

મોડી રાત્રે મહાદેવની આરતી

વર્ષ 1955થી સતત સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પારંપરિક સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે.દર વર્ષે કાર્તિકી મેળાનું સોમનાથ મંદિર દ્વારા આયોજન કરવામાં આવે છે. આ મેળા માટે મંદિર મોડી રાત સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. મોડી રાતે મહાદેવની મહાઆરતી કરવામાં આવતી હોય છે. આ મેળામાં સૌરાષ્ટ્રનાં લાખો લોકો હાજર રહે છે. ડાયરાથી માંડીને વિવિધ આયોજનો પણ કરવામાં આવે છે. આ લોકમેળામાં કાર્તિકી પુનમના દિવસે અનોખો સંયોગ યોજાય છે, જેના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભાવિકો સોમનાથ દર્શને આવતા હોય છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.