હાર્દિક પટેલ ફરી આવ્યા પાટીદાર નેતાના નિશાને, રેશ્મા પટેલે માર્યો હાર્દિકને ટોણો


  • Published By :
  • Published Date : 2022-10-29 10:50:59

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરવા પ્રક્રિયા હાથ ધરી છે. ચૂંટણી નજીક આવતા હાર્દિક પટેલ પર શાબ્દિક પ્રહાર થઈ રહ્યા છે. ત્યારે પાટીદાર નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર નિશાન સાધતા કહ્યું કે ભૂતકાળમાં મારા ભાઈએ કોંગ્રેસનો તાજ પહેર્યો હતો, હાર્દિક પટેલ ટિકિટ વહેંચતા હતા જ્યારે આજે ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાંબી લાઈનમાં ઉભા છે.

રેશ્મા પટેલના નિશાના પર હાર્દિક પટેલ

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરવાની છે. ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના નામ અંગે મનોમંથન કરી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ 7 વખત લિસ્ટ જાહેર કરી ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. ઉમેદવારોના નામની પસંદગી કરવા માટે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે  કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ હાર્દિક પટેલે વિરમગામ બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે રેશ્મા પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા છે.

इस्तीफा देने के बाद हार्दिक पटेल का बड़ा आरोप, बोले- कांग्रेस सबसे बड़ी  जातिवादी पार्टी - gujarat election hardik Patel congress rahul gandhi  naresh patel bjp ntc - AajTak

ભાજપની ખિસકોલી બની હાર્દિક દાવેદારોની લાઈનમાં ઉભા છે - રેશ્મા 

પાટીદાર નેતા રેશ્મા પટેલે હાર્દિક પર નિશાન સાધ્તા કહ્યું કે ગુજરાત ચૂંટણી 2022 માટે ભાજપમાં દાવેદારોની લાંબી લાઈન સમજી શકાય છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે ભૂતકાળમાં મારા ભાઈ હાર્દિક પટેલે કોંગ્રેસનો તાજ પહેર્યો હતો. તે સમયે હાર્દિક પટેલ ટિકિટ વહેંચતા હતા જ્યારે આજે ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાંબી લાઈનમાં ઉભા છે.            




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે