હારીજના મામલતદાર વેનાજી પટેલે કચેરીના ત્રીજા માળેથી ઝંપલાવીને કરી આત્મહત્યા, મોતનું કારણ અકબંધ


  • Published By :
  • Published Date : 2024-02-11 14:30:55

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના મામલતદારે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. હારીજ મામલતદાર વેનાજી પટેલે હારીજ કચેરીના નવીન બિલ્ડિગના ત્રીજા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. જોકે હજી સુધી આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મામલતદાર વેનાજી પટેલનું મોત આકસ્મિક છે કે આત્મહત્યા તેની તપાસ શરૂ કરી છે.  વેનાજી પટેલના પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે.


મૃતદેહને હારીજ રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો


હારીજના મામલતદાર વેનાજી પટેલ મુળ દિયોદર તાલુકાના લીલાધર ગામનાં વતની હતા. 55 વર્ષીય વેનાજીના ઘરે યજ્ઞ હતો અને આ દિવસે જ તેમણે મોતને વ્હાલું કરતા સ્થાનિક લોકો અને જિલ્લા વહીવટી તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે. ઘટનાના પગલે હારીજ પોલીસ, SDM સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીના મોતથી સાથી મિત્રો અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વેનાજી પટેલના મોતને લઈ મામલતદાર કંપાઉન્ડને તાળા મારવામાં આવ્યા છે. વેનાજી પટેલના મૃતદેહને હારીજ રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.