Hariyana : ભાણીના લગ્નમાં મામાએ કર્યું એટલું મામેરૂ કે ચારેય તરફ થઈ રહી છે ચર્ચા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-29 16:12:13

આપણે ત્યાં જ્યારે પણ લગ્નની વિધી થાય ત્યારે મામા મામેરૂ લઈને આવતા હોય છે. બધા પોત પોતાની પરિસ્થિતિ પ્રમાણે મામેરૂ કરતા હોય છે. ત્યારે હરિયાણાથી એક સમાચાર સામે આવ્યા જેમાં મામા એ પોતાની ભાણીના લગ્નમાં એક કરોડ 1 લાખ 11 હજાર 111 રૂપિયાનું મામેરું કર્યું છે. મામાએ પોતાની ભાણીને એટલું બધું શગુન આપ્યું કે તેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આનો વીડિયો સામે આવ્યા બાદ લોકો આની પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

uncle gives 1 crore in his niece bhaat ceremony


લગ્ન વખતે મામા તરફથી મામેરૂ આપવામાં આવે છે! 

મામેરાની વિધિ દેશના અનેક રાજ્યોમાં લોકપ્રિય છે ત્યાં આનો રિવાજ પણ છે. આજથી નહીં, પરંતુ લાંબા સમયથી. આમાં, ભાઈ પોતાના બહેનના બાળકો એટલે કે તેના ભાણીયા, ભાણીના લગ્નમાં લાવે. ઘરેણાં, રોકડ, કપડાં અને અન્ય વસ્તુઓ આપે છે અને મામેરાની વિધી કરે છે. આવું જ કંઈક રેવાડીના એક ગામમાં થયું. હરિયાણાના રેવાડીને અડીને આવેલા અસલવાસ ગામમાં રહેતા સતબીરની એકમાત્ર બહેનના લગ્ન સિંદરપુરમાં થયા હતા. તે ઘણા સમયથી ગઢી બોલની રોડ પર પડયાવાસ પાસે તેના પરિવાર સાથે રહે છે. તેના પતિનું અવસાન થયું છે. તેમને એક પુત્રી છે. કાકા સતબીર તેમના લગ્નમાં ભાતની વિધિ કરવા આવ્યા હતા.



1 કરોડ, 1 લાખ, 11 હજાર 111 રૂપિયાની આપી રોકડ 

મામેરૂ કરવા જ્યારે મામા આવ્યા ત્યારે સતબીરે 500-500ની નોટોની ઢગલીઓ કાઢી. સમારોહમાં 1 કરોડ, 1 લાખ, 11 હજાર 111 રૂપિયાની રોકડ આપવામાં આવી હતી. આ સિવાય સતબીરે કરોડો રૂપિયાની જ્વેલરી તેમજ અન્ય વસ્તુઓ પણ આપી હતી. આ ધાર્મિક વિધિ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે. મહત્વનું છે કે આ વીડિયો સામે આવ્યા બાદ આની ઓલોચના થઈ રહી છે તો કોઈને આ વીડિયો પસંદ પણ આવી રહ્યો છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે