આનંદો! પોલીસ ભરતી અંગે હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાત, સપ્ટેમ્બર બાદ લેવાશે ફિઝિકલ ટેસ્ટ


  • Published By :
  • Published Date : 2023-05-18 19:54:55

રાજ્યમાં પોલીસ ભરતી માટે દિવસ-રાત તૈયારીઓ કરી રહેલા યુવાનો માટે આનંદના સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણાં સમયથી પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટની રાહ જોઈ રહેલા ઉમેદવારોની આતુરતાનો આખરે ટૂંક સમયમાં અંત આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરી છે.


હર્ષ સંઘવીએ શું કહ્યું?


પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે.પોલીસ ભરતી માટેની ફિઝિકલ ટેસ્ટ યોગ્ય વાતાવરણમાં લેવી પડતી હોવાથી ઉનાળા અને ચોમાસાના કારણે ફિઝિકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે. હવે કોઈ યુવાને વધુ રાહ જોવી પડશે જ નહી ગરમીની સીઝન પૂર્ણ થાય તેવી તરત જ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. અને પોલીસની ભરતીમાં ફીઝીકલ પરીક્ષા ગરમી તેમજ ચોમાસામાં લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. આ કારણે આગામી સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. આ માટે સપ્ટેમ્બર મહિના સુધીમાં સરકાર દ્વારા પોલીસ ભરતીનું આયોજન કરવામાં આવશે.


8 હજાર પોલીસકર્મીઓની થશે ભરતી


અત્રે ઉલ્લેખનિય છે કે બે મહિના અગાઉ હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં 8000 જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાં 325 બિન હથિયારી PSI, હથિયારી, બિન હથિયારી કૉન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરવાનું જણાવાયું હતુ. આ ઉપરાંત 628 પુરુષ જેલ સિપાઈ અને 57 મહિલા સિપાઈની ભરતી કરવામાં આવવાની જાહેરાત કરાઈ હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે