પોલીસ ભરતીને લઈ હર્ષ સંઘવીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત, જાણો કેટલા પોલીસ કર્મીઓની કરાશે ભરતી


  • Published By :
  • Published Date : 2023-03-21 17:35:36

ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. સત્રમાં અનેક ચર્ચાઓ તેમજ કાર્યવાહી કરવામાં આવી હોય છે. અનેક વખત મહત્વપૂર્ણ જાહેરાતો પણ સત્ર દરમિયાન કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ગુજરાત ગૃહ વિભાગની માગણીઓ વિશેની ચર્ચા ચાલુ હતી તે દરમિયાન હર્ષ સંઘવીએ એક જાહેરાત કરી છે. પ્રશ્નોનો જવાબ આપતા જાહેરાત કરી કે 8 હજારથી વધુ પોલીસ કર્મચારીની ભરતી કરવામાં આવશે. ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 


ઉનાળો પૂર્ણ થશે તે બાદ લેવાશે પ્રેક્ટિકલ પરીક્ષા  

મહત્વનું છે કે ગયા વર્ષે પણ પોલીસ વિભાગે દસ હજારથી વધુ પોલીસ પદો માટે પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં એલઆરડી અને પીએસસાઈ પદ માટે ભરતી કરવામાં આવી હતી. ભરતી પૂરી થયા બાદ ગૃહવિભાગે ફરી જાહેરાત કરી હતી કે 2023માં દસ હજાર પદો માટે ફરીવાર પોલીસ ભરતી યોજાશે. જે હવે વિધાનસભા ગૃહમાં જાહેરાત થઈ ગઈ છે કે 8 હજારથી વધુ પદ માટે ભરતી કરવામાં આવશે. જો કે હજુ કોઈ નોટિફિકેશ બહાર પાડવામાં નથી આવ્યું પણ ગુજરાતના વિધાનસભા ગૃહમાં મૌખિક જાહેરાત થઈ છે તે નોંધવામાં પણ આવી છે. વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે ગરમી પૂરી થશે ત્યાર બાદ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. એટલે કે બેથી ત્રણ મહિના બાદ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે.


આ જગ્યાઓ માટે કરાશે ભરતી!

ત્યારે મળતી માહિતી અનુસાર રાજ્યના 7384 પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે. ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 6324 જગ્યાઓ પર પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. 678 જગ્યા પર જેલ સિપાહી પૂરુષની ભરતી કરવામાં આવશે. બિન હથિયારી પીએસઆઈની 325 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે