હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ, 'પદયાત્રા કરવાથી દાઢી વધે પણ બુદ્ધિ નહીં', કોંગ્રેસે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-02-09 16:33:32

કોંગ્રેસના અગ્રણી નેતા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તો થોડા દિવસ પહેલા જ પૂરી થઈ પણ તેને લઈ વિવાદ અને આરોપ-પ્રત્યારોપ હજુ પણ ચાલું જ છે. રાહુલ ગાંધીની પદયાત્રાને નિશાન બનાવીને ભાજપના નેતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક વિવાદાસ્પદ ટ્વિટ કરતા રાજકારણ ગરમાયું છે.


હર્ષ સંઘવીએ શું ટ્વીટ કર્યું?


રાહુલ ગાંધી પર ગઈકાલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતું ટ્વિટ કર્યુ હતું. હર્ષ સંઘવીએ લખ્યું હતું કે, હવે એક વાત "કન્ફર્મ" છે...! જો તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ..માત્ર દાઢી વધે છે, બુદ્ધિ નહિ...!! અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા જ તેમની 3 હજાર કિલોમીટર લાંબી  ભારત જોડો યાત્રા પૂરી કરી છે. આ દરમિયાન અનેક જાણીતા લોકો તેમની સાથે જોડાયા હતા. 


કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આપ્યો જવાબ


હર્ષ સંઘવીના આ ટ્વિટ બાદ કોંગ્રેસના નેતાએ પણ જોરદાર વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસ નેતા અને યુવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવીને વળતો જવાબ આપતા ટ્વીટ કર્યું કે 'જો તમે આઠ ચોપડી ભણ્યા હોય અને બુદ્ધિનો છાંટો ના હોય તો પણ ભાજપની સરકારમાં ગૃહમંત્રી બની શકો છો...!!!' તે જ પ્રકારે ડો. અમિત નાયકે હર્ષ સંઘવી પર શાબ્દિક પ્રહાર કરતું ટ્વિટ કર્યુ, કે 'ઓક્સફોર્ડ, કેમ્બ્રિજની ડીગ્રી મેળવેલ રાહુલ ગાંધીની બુદ્ધિની ચિંતા પ્રાથમિક શાળાની ડિગ્રીવાળા હર્ષ સંઘવી કરવા લાગે તે જ બુદ્ધિનું દેવાડું કહેવાય.' જ્યારે હેમાંગ રાવલે પણ હર્ષ સંઘવીને સણસણતો જવાબ આપતું ટ્વીટ કર્યું "રાહુલજીના સવાલ 8 પાસ ને ય આવડે એવા ઇઝી છે  @PMOIndia જવાબ ના આપી શક્યા, તમે તો આપો".




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે