ડ્રગ્સ મુદ્દે પોલીસની કામગીરી પ્રસંશનીય અનેક રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક તોડ્યું : સંઘવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 13:20:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ડ્રગ્સનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકાર પર પણ આ વિરોધપક્ષો દ્વારા માછલા ધોવાતા રહ્યા છે. ડ્ર્ગ્સ માફિયાઓ સામે રાજ્ય સરકારની કાર્યવાહીને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. સંઘવીએ કહ્યું કે 'ગુજરાત પોલીસે એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. જેનાથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન જેવા દેશોને પણ ઝટકો લાગ્યો છે. કલકતામાં DRI સાથે મળીને 39 કિલો 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સ કોઈ સામેથી નથી મૂકી જતું, ગુજરાત પોલીસ સાહસ સાથે ડ્રગ્સ પકડે છે એટલે પકડાય છે, ગુજરાત જ નહીં અનેક રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક પોલીસે તોડ્યું છે. ગુજરાત પોલીસ કેન્દ્રની એજન્સી સાથે મળીને કામગીરી કરી રહી છે. ગુજરાત ATS વિવિધ એજન્સીઓ સાથે મળી પાકિસ્તાન બોર્ડર ઉપર કામગીરી કરી રહી છે.'


સંઘવીએ પોલીસને આપ્યા અભિનંદન


 હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસના સાહસને બિરદાવી તમામ જવાનોને અભિનંદન આપ્યા હતાં. તેમણે કહ્યું કે  અમે ડ્રગ્સ પકડીએ છીએ, એટલે આંકડા દેખાય છે. આ આંકડા ભલે વધે પણ અમારૂં અભિયાન આવી જ રીતે ચાલશે. જે રાજકારણ રમે છે તેમના રાજ્યમાં તો કંઈ કરતા નથી. હું ગુજરાત પોલીસના તમામ જવાનોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને આગામી સમયમાં ડ્રગ્સ વિરોધી લડાઈ હજુ મજબૂતાઈથી લડીશું અને હજુ ડ્રગ્સના નેટવર્કને તોડીશું.'


ડ્રગ્સ મુદ્દે રાજનીતિ યોગ્ય નથી: સંઘવી


ડ્રગ્સ મુદ્દે રાજકારણ રમતા વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, 'ડ્રગ્સ જેવા મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નહીં. ડ્રગ્સની રકમ ક્યાં ઉપયોગ થાય છે એ સૌ જાણે છે. પોલીસની કામગીરી કેટલાકને પેટમાં દુ:ખે છે. પાકિસ્તાની ડ્રગ્સ ડિલરોને ફાયદો થાય તેવું કામ કરનારા ચેતી જાય. ગુજરાત પોલીસે નવી દિલ્લી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી મોટું ઓપરેશન પર પાડ્યું હતું. વહદ ઉલ્લા ખાન નામના અફઘાન નાગરિકને પકડવામાં આવ્યા. દિલ્લી પોલીસને લિંકમાં 1000 કરોડનું વધારાનું દ્રગ મળ્યું. જખાઉમાં 1480 કરોડનું ડ્રગ પકડાયું. ડ્રગ સાથે જે લોકોને પકડવામાં આવ્યા તે આંતરરાષ્ટ્રીય ગેંગ ના સભ્યો છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે