ખાનગી બસ સંચાલકોને Harsh Sanghviએ આપી ચેતવણી, કહ્યું તહેવાર દરમિયાન બેફામ ભાડુ વસૂલાશે તો....


  • Published By :
  • Published Date : 2023-11-03 11:25:21

ભારતને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. તહેવારોની ઉજવણી આપણે પરિવાર સાથે કરીએ ત્યારે તે આનંદ વધી જાય છે. જીવનનું ગુજરાન ચલાવવા માટે ગામડામાં રહેતા લોકો શહેરો તરફ આવતા હોય છે. દિવાળી દરમિયાન લોકો પોતાના વતન જાય છે પરંતુ પરંતુ આ દરમિયાન ખાનગી બસ ટ્રાન્સપોર્ટવાળાઓ વધારે ભાડુ વસૂલતા હોય છે. આ તકનો લાભ ખાનગી બસ સંચાલકો લેતા હોય છે. વધારે ભાડુ વસુલવામાં આવે છે ત્યારે ખાનગી બસોના સંચાલકો સામે હર્ષ સંઘવીએ લાલ આંખ કરી છે. જો બેફામ રીતે બસનું ભાડુ લેવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત હર્ષ સંઘવીએ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમના નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

The ST bus from Rajkot to Surat will be closed for 10 days from today |  રાજકોટથી સુરત જતી એસટી બસ આજથી 10 દિવસ સુધી બંધ રાખવામાં આવશે - Divya  Bhaskar

દિવાળીને ધ્યાનમાં રાખી દોડાવાશે વધારે એસટી બસ  

દિવાળીના તહેવારને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળી દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય છે, અનેક લોકો પોકાના વતન જતા હોય છે. તહેવારને ધ્યાનમાં રાખી વધારાની એસટી બસ તો ફાળવવામાં આવી છે. વધારે એસટી બસો આ સમય દરમિયાન દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. મળતી માહિતી અનુસાર 200થી વધારે એસટી બસોને ફેરવવામાં આવશે. 7 નવેમ્બરથી 11મી નવેમ્બર દરમિયાન બસ ઉપડ્શે. એસટી બસોની વ્યવસ્થા તો કરાઈ છે પરંતુ અનેક લોકો ખાનગી બસનો ઉપયોગ કરતા હોય છે. 

Surat : દિવાળી વેકેશન માટે પ્રવાસી બસોનુ બુકીંગ શરૂ, હરવા ફરવાના ટૂંકા  અંતરના સ્થળો માટે ધસારો - Gujarati News | Surat: Tourist buses start  booking for Diwali vacation, rush to ...

Gujarat Police Harsh Sanghvi Big Reaction About Police Grade Pay And  Compulsory Afidevit Rule | Gujarat Police : પોલીસ ગ્રેડ પે અને એફિડેવિટ  મામલે હર્ષ સંઘવીએ શું આપ્યું મોટું નિવેદન?

ખાનગી બસ સંચાલકોને હર્ષ સંઘવીએ આપી ચેતવણી 

તહેવાર દરમિયાન ખાનગી બસ સંચાલકો બેફામ રીતે મુસાફરો પાસેથી ભાડુ વસુલતા હોય છે. ખાનગી બસોના માલિક મનફાવે તેટલો ભાવ આ ગાળા દરમિયાન લેતા હોય છે. બમણા કે તેથી વધારે પૈસા લોકોને ચૂકવવા પડતા હોય છે. આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ બેફામ ભાડું વસૂલ કરનાર બસ સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે નાગરિકોની જરૂરિયાતનો લાભ લેવામાં આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.ખાનગી બસ સંચાલકો આવી કોઈ પણ કાળાબજારી કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.