સફાઈ કર્મી હર્ષ સોલંકી અને તેનો પરિવાર દિલ્હી પહોંચ્યો, ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ કર્યું સ્વાગત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 12:33:53

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગઈ કાલે એટલે કે રવિવારે અમદાવાદના શાહીબાગમાં સફાઈ કર્મચારીઓ સાથે એક જનસંવાદ કાર્યક્રમમાં જનસંવાદ કર્યો હતો. જેમાં હર્ષ સોલંકી નામના એક દલિત યુવકે તેમને પૂછ્યું, "શું તમે વાલ્મીકીના ઘરે જમવા જશો?". તે યુવકે કેજરીવાલને તેના ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પહેલા તમે મારા ઘરે આવો, પછી અમે તમારા ઘરે આવીશું. જેથી હર્ષના આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ પણ તેના ઘરે પહોંચશે. જો કે તે સમયે કેજરીવાલે કહ્યું, હતું કે "હું ચોક્કસ તમારા ઘરે આવીશ, પરંતુ તે પહેલા મારી પાસે તમારા માટે એક ઓફર છે, દરેક ચૂંટણી પહેલા આપણે જોઈએ છીએ કે રાજકારણીઓ માત્ર દેખાડો માટે દલિત વ્યક્તિના ઘરે જમવા જતા હોય છે. આજ સુધી કોઈ રાજનેતાએ કોઈ દલિતને આમંત્રણ આપ્યું નથી. વ્યક્તિ લંચ માટે તેના ઘરે જાય છે. તો આ વખતે તમે મારી પાસે દિલ્હીમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન પર આવો અને મારા પરિવાર સાથે લંચ કરો તેવી મારી ઈચ્છા છે?"



હર્ષ અને તેના પરિવારના પ્રવાસનો તમામ ખર્ચ કેજરીવાલ ઉઠાવશે 


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હર્ષ સોલંકીને તેમના પરિવારના પાંચ સભ્યો - તેમની બહેન, ભાઈ અને માતાપિતા માટે મફત એર ટિકિટ પણ ઓફર કરી હતી. કેજરીવાલે સોલંકીને વચન પણ આપ્યું હતું કે આગામી વખતે તેઓ અમદાવાદ જશે ત્યારે તેઓ સોલંકીના ઘરે જશે અને પરિવાર સાથે ભોજન કરશે.આ અંગે પંજાબના સીએમ ભગવંત માને કહ્યું, 'અમે પણ ઈચ્છીએ છીએ કે તમે દિલ્હીમાં વિકસિત શાળાઓ જુઓ. ભગવંત માન દ્વારા સોલંકીને પંજાબ ભવનમાં રહેવાની ઓફર કરવામાં આવી હતી.


ગુજરાતથી ગયેલો હર્ષ અને તેનો પરિવાર ગુજરાતના પંજાબ ભવન ખાતે રોકાણ કરશે. અરવિંદ કેજરીવાલ દ્વારા હર્ષની તમામ મુસાફરીનો ખર્ચ ઉઠાવવા માટેની બાંહેધરી અપાઈ હતી. ઉપરાંત તેમને અન્ય રસ્તે આવવા જવા દરમિયાન કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે તેની પણ બાંહેધરી પણ આપી હતી.


એરપોર્ટ પર હર્ષના પરિવારની તસવીર વાયરલ


અરવિંદ કેજરીવાલના આમંત્રણને માન આપી  સફાઈ કર્મચારી હર્ષ સોલંકી તેમના પરિવાર સાથે આજે સોમવારે જ વિમાનમાં બેસી દિલ્હી જવા રવાના થયો હતો. ગોપાલ ઈટાલિયાએ અમદાવાદ એરપોર્ટ પરથી એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં સફાઈ કર્મચારી હર્ષ સોલંકી તથા તેનો પરિવાર છે. હર્ષ અને તેનો પરિવાર એરપોર્ટ પર વિમાનમાં બેઠેલા છે અને તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે જમવા માટે જઈ રહ્યા છે. કેજરીવાલે આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, હર્ષ અને તેમના પરિવારનું સ્વાગત છે. મારો પરિવાર તેમની રાહ જોઈ રહ્યો છે.



કેજરીવાલે પરિવારનું સ્વાગત કરતું ટ્વીટ કર્યું


કેજરીવાલે આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, હર્ષ અને તેમના પરિવારનું સ્વાગત છે. મારો પરિવાર તેમની રાહ જોઈ રહ્યો છે. દિલ્હી એરપોર્ટ પર રાજ્યસભા સાંસદ અને AAP ગુજરાત સહપ્રભારી રાઘવ ચઢ્ઢા દ્વારા હર્ષ અને એમના પરિવારનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.