હર્ષા એન્જિનિયર્સ: કંપનીનો IPO 36 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થતાં રોકાણકારોમાં હર્ષોલ્લાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:06:40

હર્ષા એન્જિનિયર્સના IPOએ આજે ​​શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે સવારે 10.25 વાગ્યે હર્ષા  એન્જિનિયર્સનો IPO 36 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 444 પ્રતિ શેર પર લિસ્ટ થયો હતો. કંપનીનો શેર લિસ્ટિંગ ભાવથી 6.96 ટકા વધીને રૂ. 474.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીના શાનદાર લિસ્ટીંગથી રોકાણકારો માલામાલ થઈ ગયા છે. 


હર્ષા એન્જિનિયર્સ IPOનું  ધમાકેદાર લિસ્ટીંગ


હર્ષા એન્જિનિયર્સ IPOના પ્રી-ઓપનિંગ સેશન દરમિયાન પણ સારું પ્રદર્શન કરી રહ્યો હતો. BSE પર કંપનીનો શેર 36 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 444 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, હર્ષા એન્જિનિયરિંગનો IPO 74.70 ટકાથી પણ વધુ ઓવર સબ્સ્ક્રાઇબ થયો હતો.


હર્ષા એન્જિનિયર્સનો IPO 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર 2022 સુધી ખુલ્લો હતો. કંપનીએ આ IPO દ્વારા રૂ. 755 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેમાંથી રૂ. 300 કરોડ OFS દ્વારા હતા. કંપનીએ IPO માટે લોટ સાઈઝ 45 શેરની રાખી હતી.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.