સિંહ તો ઘાસ ન ખાય પણ, હર્ષદ રીબડિયા ખાઈ ગયા!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 14:12:22

હર્ષદ રીબડિયા હજુ થોડા દિવસો પહેલા જ કહેતા હતા કે આ બધી અફવાઓ છે. ‘અહેમદ ભાઈ રાજ્યસભાની ચૂંટણી લડતા હતા તે વખતે મને 35 કરોડ રૂપિયા ઑફર થયા હતા, પણ હું કોંગ્રેસનો સિપાહી છું.’ અચાનક જ નહીં પરંતુ એક લખાયેલી પટકથા મુજબ જ તેમણે રાજીનામું આપી દીધું છે અને હવે ક્યાં જવાનું છે એ પાસા ફેંકવાના બાકી રાખ્યા છે. બની શકે છે કે તેઓ ભાજપમાં જ જોડાય. દિવાળી પહેલા જ કમલમમાં ફટાકડા ફૂટવાની તૈયારીઓ થઈ રહી છે. પણ સૌથી પહેલા આ જોઈ લો કે રીબડિયા અત્યાર સુધીમાં ભાજપને શું કહેતા હતા?


રીબડિયાએ ભાજપને ભાંડવામાં કંઈ કસર નથી છોડી


હવે એ પણ જાણીએ કે આખરે ભાજપને ઓપરેશન રિબડીયાની જરૂર કેમ પડી.....


ભાજપને કેમ જોઈએ છે હર્ષદ રીબડિયા?

કારણ નંબર 1

જૂનાગઢની 5 બેઠકો પૈકી ભાજપ 2017માં માત્ર કસમ ખાવા પૂરતી એક જ બેઠક પર જીત્યું હતું અને કોંગ્રેસે અન્ય 4 બેઠકો પોતાના નામે કરી હતી. જેથી ભાજપે પોતાના સોગઠાં બેસાડવા રિબડીયાની ચૂંટણીના સમય પહેલા વિકેટ પાડી છે. 

કારણ નંબર 2

જૂનાગઢ જિલ્લાની આ બેઠક પર એક સમયે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ ચૂંટણી લડતા અને જીતતા હતા. કેશુ બાપાએ 2012માં GPPમાંથી ચૂંટણી લડી અને જીત્યા. જો કે ત્યાર બાદ 2017માં વીસાવદર બેઠક પાટીદાર આંદોલનના સહારે સીધી કોંગ્રેસના ખાતામાં ગઈ હતી.

કારણ નંબર 3

અંદાજે સવા લાખ જેટલા પાટીદાર મતદારો અહીંયા નિર્ણાયક છે અને આ વખતે આંદોલનો નથી કે પાટીદારોના મતોનું સીધું ધ્રુવીકરણ થાય. એવામાં પાટીદારો પણ ભાજપની સાથે જ છે તેવી રીતે ભાજપ જોઈ રહ્યું છે. 

કારણ નંબર 4 

જૂનાગઢ એક સમયે ખેડૂતોની પરસેવાની જણસ મગફળીના કૌભાંડનું કેન્દ્ર હતું અને આ કૌભાંડોની બૂમ કિસાન કોંગ્રેસની સાથે ખેડૂત નેતા અને ધારાસભ્ય હર્ષદ રીબડિયા પડાવી રહ્યા હતા અને એક કોંગ્રેસમાં રહેલો ખેડૂતોનો અવાજ હવે કાયમી ધોરણે ભાજપમાં ભળી જાય. 


પણ ભાજપના આ ઓપરેશન પાછળનો મુખ્ય હેતુ શું છે? 

ભાજપને 2017માં સૌરાષ્ટ્રમાં થયેલું નુકસાન ભરપાR કરવું છે અને સૌરાષ્ટ્રનો જનાધાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની તરફેણમાં આવતો હોય તેવું ભાજપને સપનું આવી ચૂક્યું છે. એટલે જ અમરેલી અને જૂનાગઢમાં ઘૂસવા માટે વીસાવદરથી રસ્તો શોધી કાઢ્યો છે અને હવે નજર અન્ય ધારાસભ્યો પર પણ છે. રાજકીય સૂત્રોનું માનીએ તો દિવાળી સુધી કમલમમાં ભરતી મેળાની આતશબાજી થતી રહેવાની છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .