પક્ષ પલટો કરનાર નેતાઓમાં હર્ષદ રિબડીયાનો પણ સમાવેશ, કોંગ્રેસ છોડનાર નેતા આવતી કાલે થશે ભાજપમાં સામેલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 17:52:45

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ પોતાના ફાયદા માટે પલટો કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતાની સાથે કોંગ્રેસમાંથી અનેક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસને અલવિદા કહનાર મુખ્યત્વે નેતાઓ ભાજપ અથવા તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર હર્ષદ રિબડીયા, આવતી કાલે કેસરિયો ધારણ કરવાના છે. 

દિલ્હીમાં ડખાં થતા ગુજરાત કોંગ્રેસ ધણીધોરી વિનાની, કોંગી MLA હર્ષદ રીબડિયાએ  પંજાનો કીધું અલવિદા - GSTV


કમલમ ખાતે યોજાઈ શકે છે સ્વાગત સમારોહ

વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પોતાનું રાજીનામુ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યને સોંપી દીધું હતું. તેમણે રાજીનામુ આપતા કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનો છેડો ફાળતા જ કોંગ્રેસ પ્રત્યે તેમની ભાવના બદલાઈ ગઈ છે. જે પાર્ટી તેમને શ્રેષ્ઠ લાગતી હતી એ પાર્ટી રાજીનામુ આપ્યા બાદ ખરાબ લાગવા લાગી છે. પાર્ટી છોડતા જ તેમણે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા હતા. ત્યારે હવે પક્ષ પલટો કરનાર હર્ષદ રિબડીયા સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.       



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...