હાર્વર્ડ રિટર્ન, AI Companyની મહિલા CEOએ ગોવામાં પુત્રની કરી હત્યા, અંતે પાપ પોકાર્યું, પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-09 19:02:06

કર્ણાટકના ચિત્રદુર્ગમાં માનવતાને શર્મસાર કરનારો મામલો સામે આવ્યો છે, આ સમગ્ર મામલો એ છે કે એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્ટ કંપનીની મહિલા સીઈઓ (AI Firm CEO) સૂચના શેઠે તેના 4 વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ લાશને ઠેકાણે પાડવા માટે તેને એક બેગમાં ગોવાથી કર્ણાટક જઈ રહી હતી, પરંતું પોલીસ તેની ધરપકડ કરવામાં સફળ રહી હતી. આ મહિલા માઈન્ડફૂલ એઆઈ લેબની ફાઉન્ડર છે, જેને તેણે વર્ષ 2020માં શરૂ કરી હતી. 


આ રીતે થયો હત્યાનો પર્દાફાશ


AI Companyની CEO સૂચના સેઠ ગોવાના કેંડોલિમમાં એક હોટેલમાં તેના પુત્ર સાથે રોકાઈ હતી, પરંતું જ્યારે તે હોટેલ છોડીને નિકળી ત્યારે તેની સાથે તેનો પુત્ર નહોતો. મહિલાને એકલી જતી જોઈને હોટેલના સ્ટાફને શંકા થઈ હતી. જો કે સુચનાએ કહ્યું કે તેણે પોતાના પુત્રને પહેલાથી જ ઘરે મોકલી દીધો છે. મહિલાએ હોટેલથી ચેકઆઉટ કર્યા બાદ જ્યારે સ્ટાફ હોટલના રૂમની સફાઈ કરવા પહોંચ્યો ત્યારે ત્યાં લોહીના ડાઘ જોઈને દંગ રહી ગયો હતો, બાદમાં તેમણે પોલીસને જાણ કરી હતી.

 

આ રીતે ઝડપાઈ મહિલા


હોટેલના સ્ટાફે પોલીસને જાણ કર્યા બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. મહિલા જે ટેક્સીથી હોટેલમાંથી નિકળી હતી, તેના ટ્રાઈવરનો ફોન નંબર શોધીને તેને સમગ્ર મામલો જણાવ્યો હતો. પોલીસ સાથે વાત કર્યા બાદ તે ટેક્સી ડ્રાઈવર ટેક્સી લઈને કર્ણાટકના ચિત્રદુર્ગ વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. પોલીસે ત્યાર બાદ તાત્કાલિક કાતિલ માતાની ધરપકડ કરી હતી, હવે પોલીસ મહિલાની પૂછપરછ કરીને હત્યાના કારણો શોધવાના પ્રયાસો કરી રહી છે. 


કોણ છે સુચના સેઠ?


સૂચના શેઠના લિંક્ડઇન એકાઉન્ટ પર નજર કરીએ તો, તેણે હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લીન સેન્ટરમાં ફેલોશિપ કરી છે. બર્કમેન અને ડેટા એન્ડ સોસાયટીમાં બિઝનેસમાં એથિકલ મશીન લર્નિંગ અને AIને કાર્યરત કરવાની પધ્ધતીઓનો અભ્યાસ કર્યો હતો. આ પછી, વર્ષ 2020 માં, તેણે ધ માઇન્ડફુલ AI લેબની સ્થાપના કરી, જે AI આધારિત સ્ટાર્ટઅપ છે.  સૂચના સેઠ પાસે આર્ટિફિશિયલ લેંગ્વેજ, મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને ટેક્સ્ટ મેઈલિંગના સેક્ટરમાં 4 અમેરિકન પેટન્ટ પણ છે.


હત્યારી માતા સુચના શેઠની માઇન્ડફુલ AI લેબ ડેટા સાયન્સ ટીમો અને સ્ટાર્ટઅપ્સને સલાહ આપવાનું કામ કરે છે. આ સાથે, તે મશીન લર્નિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. સૂચનાને આ સેક્ટરમાં 12 વર્ષનો અનુભવ છે અને તેના પુત્રની હત્યા જેવો જઘન્ય ગુનો કરનાર આ મહિલાને વર્ષ 2020માં AI એથિક્સમાં ટોપ-100 પ્રતિભાશાળી મહિલાઓમાં સામેલ કરવામાં આવી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.