Haryana : મથુરા-વૃદાંવનથી આવતી બસ અચાનક આગની લપેટામાં આવી, દુર્ઘટનામાં થયા 9 જેટલા લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-18 12:12:38

અનેક વખત આપણે એવા કિસ્સા સાંભળ્યા હશે કે ચાલતા વાહનમાં અચાનક આગ લાગી જાય છે અને તે દુર્ઘટનાનો શિકાર થઈ જાય છે.. ત્યારે એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે..  નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.   

બસમાં એકાએક લાગી આગ અને સર્જાઈ દુર્ઘટના 

મળતી માહિતી અનુસાર શુક્રવારે બસ ભાડે કરી દર્શનાર્થીઓ બનારસ અને મથુરા વૃંદાવન દર્શન કરવા માટે ગયા હતા.. આ બસમાં 60 જેટલા લોકો હતા જેમાં મહિલાઓનો અને બાળકોનો સમાવેશ થાય છે... તે લોકો દર્શન કરીને તે લોકો પરત ફરી રહ્યા હતા જે દરમિયાન બસ અચાનક આગની ઝપેટમાં આવી ગઈ.. મળતી માહિતી અનુસાર બસમાં બેઠેલા લોકોને બસમાં આગ લાગી છે તેની જાણ ના હતી.. ડ્રાઈવર પણ બસને ચલાવી રહ્યા હતા... સ્થાનિકો દ્વારા બસમાં આગ લાગી છે તેવી માહિતી આપવામાં આવી.. જ્યારે આગની જાણકારી ડ્રાાઈવરને મળી તે બાદ બસ ઉભી રહી પરંતુ ત્યાં સુધી બસમાં બહુ બધી આગ ફેલાઈ ચૂકી હતી તેવી માહિતી સામે આવી છે..

9 જેટલા લોકોના મોત થયા હોવાના સમાચાર 

આગને કાબુમાં લેવા માટે સ્થાનિક લોકોએ પ્રયત્ન કર્યો. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી, ફાયર વિભાગની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી.. લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.. આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. બીજા લોકોની સારવાર ચાલી રહી છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે