Haryana : વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ બસ પલટી, સર્જાઈ દુર્ઘટના, રસ્તા પર ગુંજી ચિચિયારીઓ... એવી દુર્ઘટના જે વાંચી કંપારી છૂટી જશે..!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-11 15:33:59

જાહેર રજા હોય અને તમારા બાળકની સ્કૂલ ચાલુ હોય, લેવા સ્કૂલ બસ આવે... બાળક સ્કૂલ જવા માટે બસમાં પણ બેસે પણ તે બસની સાથે દુર્ઘટના સર્જાય અને બાળક મોતને ભેટે તો? આ દ્રશ્યની કલ્પના માત્રથી જ કંપારી છૂટી જાય.. પરંતુ આવી દુર્ઘટના હરિયાણામાં બની છે જ્યાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી ગઈ અને 5 જેટલા માસુમ બાળકોના મોત થઈ ગયા જ્યારે અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સારવાર અર્થે વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ઓવરટેક કરતી વખતે બસ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને આ દુર્ઘટના સર્જાઈ. 

35 વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી અને સર્જાઈ દુર્ઘટના 

એક તરફ દેશમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ હરિયાણામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં માસુમ બાળકોના જીવ જતા રહ્યા છે. હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં એક દુ:ખદ ઘટના સર્જાઈ છે, જ્યાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી ગઈ છે. સરકારી રજા હોવા છતાંય સ્કૂલને ખોલવામાં આવી ક્લાસ શરૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓને લેવા માટે બસ આવે છે, વિદ્યાર્થીઓ બસમાં સવાર થાય છે અને તેમને તેમની મોત બોલાવતી હોય તેવી રીતે દુર્ઘટના સર્જાય છે.... મળતી માહિતી અનુસાર ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની બસમાં 35 જેટલા બાળકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં અંદાજીત 5 જેટલા બાળકોના મોત થયા છે જ્યારે અનેક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવર દારૂના નશામાં હતો.

બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું અનુમાન

જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે ત્યાં કેવા દ્રશ્યો હશે, કેવી ચિચયારિયો ગુંજી હશે તે વિચારીઓ તો પણ ડરી જવાય. બાળકોને બચાવવા માટે સ્થાનિક લોકો આગળ આવ્યા, વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા. ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે પરંતુ અનેક બાળકો એવા છે જેમને કાળ ભરખી ગયો છે. એવી માહિતી સામે આવી છે કે બસનો ડ્રાઈવર નશામાં હતો અને બસ પણ ફૂલ સ્પીડમાં હતી. એવી પણ માહિતી સામે આવી છે કે બસની સ્પીડ 120ની આસપાસની હતી જેને કારણે બસ પરનો કાબુ જતો રહ્યો અને આ દુર્ઘટના સર્જાઈ. મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવર હાલ પોલીસ હિરાસતમાં છે. આ ઘટનાને લઈ રાષ્ટ્રપતિ દ્વારા પણ શોક પ્રગટ કરવામાં આવ્યો છે.

 



શિક્ષણ મંત્રીએ લીધી હોસ્પિટલની મુલાકાત 

મહત્વનું છે કે આ ઘટના બાદ શિક્ષણ મંત્રી દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી. રજા હોવા છતાંય શાળા કેમ ખુલ્લી હતી તે અંગેની તપાસ કરવામાં આવશે તેની વાત તેમના દ્વારા કરવામાં આવી. સ્કૂલને નોટિસ પણ ફટકારવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે...  



બનાસકાંઠા લોકસભા બેઠક માટે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અનેક વખથ આક્રામક દેખાયા છે ત્યારે પાટણમાં કોંગ્રેસની જનસભાને સંબોધતા તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા ઉપરાંત પીએમ મોદીનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડી રહ્યો છે. અનેક વખત તેમની સભામાં ક્ષત્રિય સમાજના લોકો ઘૂસી આવે છે અને રૂપાલા હાય હાયના નારા લગાવે છે..

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.