તલાટી માટે 669 અને જુનિયર ક્લાર્કની કુલ 244 જગ્યાઓનું વેઇટિંગ લિસ્ટ જાહેર, હસમુખ પટેલે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2024-01-12 19:03:02

તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી.


હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)ના ચેરમેન હસમુખ પટેલે એક ટ્વીટ કરી જણાવ્યું હતું કે, તલાટી કમ મંત્રી માટે કુલ 669 જગ્યાઓનુ વેઇટીંગ  લિસ્ટ અને  જુનિયર ક્લાર્ક માટે કુલ 244 જગ્યાઓનું વેઇટિંગ લિસ્ટ મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારોને જિલ્લા ફાળવણી અને રીસફલિંગ ની જાહેરાત હવે પછી કરવામાં આવશે.


તલાટી અને જૂનિયર ક્લાર્કના નિમણૂક પત્ર અપાયા હતા


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા તલાટી અને જૂનિયર કલાર્કોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. રાજ્યના 3014 તલાટી કમ મંત્રીઓને તેમજ 998 જેટલા જૂનિયર ક્લાર્કને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરાયું હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે