પોલીસ ભરતીને લઈ Hasmukh Patelએ કરી મહત્વપૂર્ણ જાહેરાત, જાણો ક્યારે લેવાશે શારીરિક પરીક્ષા?


  • Published By :
  • Published Date : 2024-05-13 15:41:50

પોલીસ બનવાનું સપનું અનેક યુવાનોને હોય છે. ત્યારે પોલીસ ભરતીને લઈ મોટી અપડેટ સામે આવી છે.. એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.


આ મહિનામાં યોજાશે શારીરિક કસોટી 

હસમુખ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી જે મુજબ શારીરિક પરીક્ષા ઓક્ટોબર નવેમ્બર મહિનામાં લેવાનું આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે.. તે ઉપરાંત પીએસઆઈ અને એલઆરડી ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે.. શારીરિક કસોટી ચોમાસા પછી લેવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.. પીએસઆઈ માટે સાડા ચાર લાખ જેટલી અરજી મળી છે જ્યારે એલઆરડી માટે સાડા નવ લાખ અરજી મળી છે..


પરીક્ષામાં કરવામાં આવ્યા છે મોટા ફેરફાર 

તે સિવાય પરીક્ષાને લઈ પણ માહિતી આપવામાં આવી હતી. લોકરક્ષકમાં બે ભાગમાં એટલે પાર્ટ એ અને પાર્ટ બીની પરીક્ષા આપવાની રહેશે.. આ બંને પરીક્ષામાં ઉમેદવારોએ પાસ થવાનું રહેશે.. ઉમેદવારોએ બંને પરીક્ષામાં 40 ટકા માર્ક મેળવવા ફરજિયાત રહેશે.. તે ઉપરાંત એક મોટો ફેરફાર પરીક્ષામાં કરવામાં આવ્યો છે. ઉમેદવારોનું વજન ધ્યાનમાં લેવાશે નહીં. એવી માહિતી સામે આવી છે કે શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે અને એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં.. આ કસોટીમાં પાસ થયેલા ઉમેદવાર આગળની પરીક્ષા આપી શકશે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે