તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે હસમુખ પટેલે કર્યું ટ્વીટ, પરીક્ષાર્થીઓને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-04-14 16:14:36

રાજ્યમાં યોજાનારી તલાટીની પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં આગામી 7મે ના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈ હસમુખ પટેલે ટ્વિટ કર્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરી ઉમેદવારોને કહ્યું છે કે તલાટી પરીક્ષા માટે સંમતિપત્ર ભરવું ફરજિયાત છે. તેમણે પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોને વહેલી તકે સંમતિ પત્ર ભરવાની અપીલ કરી છે. આ સાથે કહ્યું છે કે, સંમતિ પત્ર ભર્યા બાદ પરીક્ષા ન આપનારા ઉમેદવાર સામે કોઈ કાર્યવાહી નહીં થાય. 


ઉમેદવારો માટે સંમતિપત્ર ભરવું અનિવાર્ય


રાજ્યમાં યોજાનારી તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે સંમતિપત્ર ભરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે, તેમના માટે આજથી કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. જેઓ આ પરીક્ષા આપવા માંગે છે, તેઓએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત છે. કન્ફર્મેશન આપનારા ઉમેદવારો પરીક્ષા આપી શકશે નહીં. ઉમેદવારોએ આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને સંમતિપત્ર ભરવું ફોર્મ ભરવાનું રહેશે.


શા માટે સંમતિપત્ર ફરજીયાત?


રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા ભૂતકાળમાં લેવાયેલ ભરતી પરીક્ષાઓમાં 40 ટકાથી 50 ટકા જેટલા જ ઉમેદવારો હાજર રહેતા હોવાનું જણાયું છે. જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં ઘણા સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે. આથી આ બાબતને ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેટલા ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપે તેટલા જ ઉમેદવારોની વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવે તો સાધનો બિનજરૂરી રીતે વેડફાય નહીં તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય. આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી અગાઉથી કન્ફર્મેશન લેવાની વ્યવસ્થા કરવાનું મંડળે નિર્ણય કર્યો છે.  ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવાનું રહેશે, કન્ફર્મેશન નહી આપનાર પરીક્ષા આપી શકશે નહીં.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે