હાટકેશ્વર બ્રિજ મામલો વિધાનસભામાં ઉછળ્યો, CMએ માંગ્યો કમિશનર પાસે રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-27 20:29:41

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતો બ્રિજ જો માત્ર પાંચ જ વર્ષમાં તુટી જાય તો તેના માટે કોણ જવાબદાર કહેવાય?, આવો જ એક સવાલ હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોખરા અને હાટકેશ્વર વિસ્તારને જોડતા  છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ માટે થઈ રહ્યો છે. આ બ્રિજ માત્ર પાંચ વર્ષમાં જ તૂટી જતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરીથી તેને રિપેરિંગ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યુ છે. આ મુદ્દે વિવાદ વધતા હવે AMC કમિશનરને તેડું આવ્યું છે.


CM ભૂપેન્દ્ર પટેલે માગ્યો રિપોર્ટ


હાટકેશ્વર બ્રિજ તુટવા મામલે રાજ્યનાં CM  ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી હતી.  AMC કમિશ્નર એમ. થેન્નારસનને ગાંધીનગરમાં હાજર થવાનું ફરમાન કર્યું છે.  તેમજ બ્રિજના તમામ ડોક્યુમેન્ટ અને છેલ્લા રિપોર્ટ સાથે તેઓને હાજર રહેવા તાકીદ કરી છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે AMCના જવાબદાર આગેવાનો સાથે ચર્ચા કરી હતી. બ્રિજની હલકી ગુણવત્તા મુદ્દે ગાંધીનગરમાં ગંભીર નોંધ લેવાઈ છે. 


લેબોરેટરી ટેસ્ટમાં પોલ ખુલી


હાટકેશ્વર બ્રિજ  વર્ષ 2017 માં 40 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. AMC અને સરકાર માન્ય બે લેબોરેટરી પાસેથી ખુદ મનપાએ અલ્ટ્રા પલ્સ વેલોસિટી અને કોન્ક્રીટ કોર ટેસ્ટનો રિપોર્ટ કઢાવ્યો છે. આ રિપોર્ટ મુજબ 45 મીટર સ્પાનના PSC બોક્સના ઉપરનો સ્લેબ, નીચેનો સ્લેબ, વેબ આમ બધા જ ભાગોમાં કોંક્રિટની સ્ટ્રેન્થ ખુબ જ ઓછી છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, જેટલી મજબૂતીનો બ્રિજ બનવવાના ખર્ચનું આયોજન હતું. તેના માત્ર ચોથા ભાગનો માલ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યો છે. વર્ષ 2021 માં જ રિબાઉન્ડ હેમર ટેસ્ટથી મનપાના અધિકારીઓને જાણ થઇ ગઈ હતી કે, બ્રિજ M45 ગ્રેડનો નથી. લેબોરેટરી ટેસ્ટનો આ રિપોર્ટ જાહેર ન થાય તે માટેના પણ પ્રયાસો ઘણા કરવામાં આવ્યા હતા. 


કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગત


હાટકેશ્વર બ્રિજબ્રિજના કોન્ટ્રાકટર અજય એન્જિનીયર  ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી પર ભાજપના ચાર હાથ છે. હવે જ્યારે કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પડી છે ત્યારે AMC ઓફિસમાં સોંપો પડી ગયો છે. મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વચ્ચે આ મુદ્દે બંધ બારણે બેઠક મળી હતી. આ મામલે મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કરતા કોર્પોરેશનના તંત્રમાં દોડધામ મચી ગઈ છે.


વિધાનસભામાં પણ ગાંજ્યો મુદ્દો


અમદાવાદના પૂર્વ વિસ્તારના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો વિધાનસભામાં પણ ગાંજ્યો હતો,  કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં હાટકેશ્વર બ્રિજના મામલે સરકાર પર સવાલોનો મારો ચલાવ્યો હતો. તેમણે સીધો જ પ્રશ્ન કર્યો કે ક્યાં કારણોસર આ બ્રિજ આવો બન્યો તેનો સરકાર જવાબ આપે. તો કોંગ્રેસના અન્ય એક નેતા અને ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું હતું કે 4 વર્ષ પહેલા જ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ધાબુ ભરતા હોય એમાં વપરાતી સામગ્રી બ્રિજમાં વપરાઈ છે. ભ્રષ્ટ અધિકારીઓએ 25 કરોડ રૂપિયા  કટકી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે