એક જુલાઈથી HDFC અને HDFC બેંકનું મર્જર અમલી બનશે, જાણો 13 જુલાઈથી શું થશે ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-06-27 19:01:25

દેશની સૌથી મોટી ખાનગી HDFC બેંક અને HDFC લિમિટેડના મર્જરની તારીખ જાહેર થઈ ગઈ છે.  HDFC બેંક અને HDFC લિમિટેડનું મર્જર 1 જુલાઈએ થશે. HDFCના ચેરમેન દીપક પારેખે મંગળવારે જાહેરાત કરી હતી કે બંને કંપનીઓના મર્જરની જાહેરાત 1 જુલાઈથી અમલી બનશે. આ સાથે જ શેરબજારમાં લિસ્ટેડ HDFC લિમિટેડના શેરનું ટ્રેડિંગ 13 જુલાઈથી HDFC બેંકના નામે કરવામાં આવશે.


મર્જર પછી તેના ગ્રાહકો પર થશે અસર 


HDFC લિમિટેડ અને HDFC બેંકનું આ મર્જર ભારતમાં તેના પ્રકારનું અનોખું મર્જર છે. આ મર્જર પછી HDFC બેંકનું મૂલ્ય 168 બિલિયન ડોલર (લગભગ 13.77 લાખ કરોડ રૂપિયા) થશે. આ મર્જરથી HDFC ગ્રુપની વીમા કંપનીઓ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સિવાય કરોડો લોકોને અસર થશે.આ પછી, HDFC બેંકનો મૂડી આધાર વધશે, જેનો લાભ તેના લોન ગ્રાહકોને ઓછા વ્યાજના રૂપમાં મળી શકશે. HDFC લિમિટેડ દેશની સૌથી મોટી હોમ લોન કંપનીઓમાંની એક છે, મર્જર પછી તેના ગ્રાહકો પણ બેંકના લોન ગ્રાહકો હશે.


HDFCના શેરને શેરબજારમાંથી ડિલિસ્ટ કરાશે


આ સપ્તાહથી HDFC લિમિટેડ અને HDFC બેંકનું જ મર્જર થઈ જશે. બંનેનું મર્જર 1 જુલાઈ 2023થી અમલમાં આવશે. આ માહિતી HDFCના ચેરમેન દીપક પારેખે આપી હતી. તેમણે કહ્યું કે 13 જુલાઈથી હાઉસિંગ ફાઈનાન્સના શેરને શેરબજારમાંથી ડિલિસ્ટ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જે શેરધારકો પાસે HDFCના શેર છે તેમને તેમના શેરના આધારે HDFC બેંકના શેર આપવામાં આવશે.


બંને કંપનીઓના શેરનું વિભાજન થશે


HDFC બેંક મર્જર માટે HDFC લિમિટેડમાં રાખવામાં આવેલા દરેક 25 શેર માટે 42 નવા શેર ફાળવશે. HDFC બેંકના લગભગ 7,40,000 શેરધારકોને આનો લાભ મળશે. એચડીએફસી લિમિટેડનો પ્રયાસ છે કે શેરની રેકોર્ડ તારીખ એવી રીતે નક્કી કરવામાં આવે કે કિંમતમાં તફાવત બંને કંપનીઓના શેરધારકો સુધી પહોંચાડવામાં આવે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે