Health : Tata Instituteના ડોકટરો દાવો કરે છે કે નવી દવા કેન્સરના પુનરાવર્તનને અટકાવે છે ઉપરાંત...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-29 14:58:59

સામાન્ય રીતે કેન્સરની બિમારીને લઈ એવું માનવામાં આવતું હોય છે કે એક વખત જો આ રોગ થઈ ગયો તો મોત નિશ્ચિત છે...! વાત સાચી પણ છે પરંતુ અનેક કેન્સર એવા હોય છે જે મટી શકે છે, જો સમયસર તેની સારવાર કરવામાં આવે તો તેમાંથી મુક્તિ મળી શકે છે. કેન્સરની ટ્રીટમેન્ટ એટલી પીડાદાયક હોય છે ઉપરાંત તેની પાછળ કરોડો ખર્ચ કરવા પડે છે. અનેક વખત કેન્સર ઉથલો પણ મારે છે તેનો ડર લોકોને રહેતો હોય છે. લોકોના મનમાં બિમારીને લઈ ડર હોય છે ત્યારે મુંબઈની ટાટા સંસ્થાએ કેન્સરની સારવારમાં એક અભૂતપૂર્વ શોધની જાહેરાત કરી છે. એક દાયકાના સંશોધન પછી, તેઓએ એક ટેબ્લેટ વિકસાવી છે જે કેન્સરને પુનરાવર્તિત થતા અટકાવી શકે છે અને સારવારની આડ અસરોને 50% ઘટાડી શકે છે.

દેશના દવા ઉદ્યોગે છેલ્લાં આઠ વર્ષમાં 90.32 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવી.


100 રૂપિયામાં મળશે કેન્સરની દવા?  

મેડિકલ ક્ષેત્રમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે. એવી દવાઓ વિકસાવવામાં આવી રહી છે જેનો સીધો ફાયદો સામાન્ય માણસને થઈ શકે છે. અનેક બિમારીઓ એવી હોય છે જેની સારવાર પાછળ કરોડો ખર્ચ કરવામાં આવતા હોય છે. ત્યારે મુંબઈમાં સ્થિત ટાટા ઈન્સ્ટિટ્યુટના ડોક્ટરો ક્લેમ કરી રહ્યા છે કે તેમને એવી દવા વિકસાવી દીધી છે જે કેન્સરને ફરી આવતા રોકી શકે છે. કેન્સર ઉથલો ના મારે તેવી દવા તેમણે વિકસાવી દીધી છે અને તેની કિંમત 100 રુપિયા કરતા ઓછી છે. 100 રૂપિયાની ઓછી કિંમતમાં દવા ઉપલબ્ધ થશે તેવા દાવો ડોક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ના માત્ર કેન્સરને રોકવા માટે આ દવા સક્ષમ છે પરંતુ કેન્સરની સારવાર દરમિયાન થતી સાઈડ ઈફેક્ટની અસર ઓછી કરવામાં પણ આ દવા સફળ છે. 50 ટકા સાઈડ ઈફેક્ટની અસર ઓછી થઈ શકે છે તેવા દાવા કરવામાં આવ્યા છે.

Image

અનેક વર્ષો મહેનત કર્યા બાદ ટીમને મળી સફળતા!

મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ, ભારતમાં કેન્સર સંશોધન અને સારવારની એક અગ્રણી સુવિધા, તેણે એવી સારવાર શોધી હોવાનો દાવો કર્યો છે જે બીજી વખત કેન્સરના પુનરુત્થાનને અટકાવી શકે છે. આ દવા બનાવવા પાછળ સંસ્થાના સંશોધકો અને ડોકટરોએ ઘણી મહેનત કરી છે. આ દવાને વિકસાવવા પાછળ 10 વર્ષ સુધી કામ કર્યું અને હવે એક ટેબ્લેટ વિકસાવી છે જેનો તેઓ દાવો કરે છે કે તે દર્દીઓમાં બીજી વખત કેન્સરની ઘટનાને અટકાવશે અને રેડિયેશન અને કીમોથેરાપી જેવી સારવારની આડ અસરોને પણ 50 ટકા ઘટાડી દેશે.


કેવી રીતે તૈયાર કરવામાં આવી દવા? 

જ્યારે પણ કોઈ રિસર્ચ કરવામાં આવે છે, કોઈ નવા પ્રયોગો કરવામાં આવે છે તો તે માણસો પર નહીં પરંતુ જાનવર પર કરવામાં આવતા હોય છે. મુખ્યત્વે ઉંદર ઉપર રિસર્ચ કરવામાં આવતા હોય છે. મીડિયા ચેનલ સાથેની વાત દરમિયાન ડો. રાજેન્દ્ર બાઘવેએ આખી પ્રક્રિયા કેવી થાય છે તે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે "સંશોધન માટે ઉંદરોમાં માનવ કેન્સરના કોષો દાખલ કરવામાં આવ્યા હતા, જેનાથી તેમનામાં ગાંઠની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ઉંદરોની રેડિયેશન થેરાપી, કીમોથેરાપી અને સર્જરી દ્વારા સારવાર કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું હતું કે જ્યારે આ કેન્સરના કોષો મૃત્યુ પામે છે, ત્યારે તેઓ ક્રોમેટિન કણો તરીકે ઓળખાતા નાના ટુકડાઓમાં તૂટી જાય છે. આ કણો લોહીના પ્રવાહ દ્વારા શરીરના અન્ય ભાગોમાં જઈ શકે છે અને જ્યારે તેઓ તંદુરસ્ત કોષોમાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓ તેમને કેન્સરમાં ફેરવી શકે છે."    



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.