આવતીકાલે આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર ઘેરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 20:55:33

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ફરીવાર આવતીકાલથી ગાંધીનગરમાં વિરોધ નોંધાવવા જઈ રહ્યું છે. અગાઉ ગુજરાત સરકારના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો હતો. આવતીકાલથી 20 સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરનો ઘેરાવ કરવા જઈ રહ્યું છે. માજી સૈનિકોના વિરોધમાં એક જવાનનું નિધન થવાના કારણે ગાંધીનગર કલેક્ટરે ગાંધીનગરમાં કલમ 144 લગાવી દીધી છે. આરોગ્ય કર્મચારીઓ કલમ 144 લાગુ હોવા છતાં કેવી રીતે વિરોધ નોંધાવશે તે જોવાનું રહેશે. 


શું છે આરોગ્ય કર્મચારીના ધરણાનો કાર્યક્રમ?

આવતીકાલે સવારે 10 વાગ્યાથી ગુજરાતભરના આરોગ્ય કર્મચારીઓ સચિવાલયનો ઘેરાવો કરશે. શુક્રવારે સવારે 11 કલાકે ગાંધીનગર શહેરમાં રેલી કરી વિરોધ નોંધાવશે. શનિવારે સવારે સાડા દસ કલાકે ગાંધીનગરના રસ્તા રોકી સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરશે. સોમવારે સવારે 10 કલાકે પરિવાર સાથે સચિવાલય ખાતે ધરણા કરશે. મંગળવારે 20 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે પોતાની ત્રણ માગ સાથે ભૂખ હડતાળ કરશે. 


પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણાં થશેઃ આરોગ્ય કર્મચારી મહાસંઘ 

ગુજરાત સરકારે આજ દિવસ સુધી કોઈ નિર્ણય નહીં લેતા આરોગ્ય કર્મચારીઓ ફરીવાર ગાંધીનગર ઘેરાવો કરવા જઈ રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓની માગણીનું જીઆર ગુજરાત સરકારે નહીં કરતા આરોગ્ય કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. તમામ આરોગ્ય કર્મચારીઓને ગાંધીનગર આવવા માટે આરોગ્ય કર્મચારી મહાસંઘે પરિપત્ર બહાર પાડી જાણકારી આપવામાં આવી છે. 


આ ત્રણ માગ સ્વીકારવા ધરણા થશે

નોન ટેક્નિકલ વિભાગના આરોગ્ય કર્મચારીને ટેક્નિકલ ગણવા જેથી 2400નો ગ્રેડ-પે ગણાય. આરોગ્ય કર્મચારી ટેક્નિકલ કામ કરતા હોવા છતાં પણ નોન ટેક્નિકલ ગણે છે માટે તમામને ટેક્નિકલ ગણવા માગ કરી છે. કોરોના વોરિયર્સ તરીકેનું માસિક ભથ્થું અને રજાના દિવસોનીની કામગીરીનું વળતર મળે. આરોગ્ય કર્મચારીને 8 કિલોમીટર પર ભાડાના પૈસા નથી આપતા તે ભથ્થું આપો તેવી માગ છે.        


8 ઓગસ્ટથી આરોગ્ય કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. ગુજરાત સરકારની પાંચ મંત્રીની સમિતીએ બેઠક બાદ આરોગ્ય કર્મચારીઓને 1 મહિનાની અંદર માગણીઓ સ્વીકારી લેવામાં આવશે તેવી મૌખિક બાંહેધરી આપી હતી. અગાઉ ત્રણ હડતાળમાં પણ સરકારે આરોગ્ય કર્મચારીઓને વિશ્વાસમાં રાખી બાંહેધરી આપી હતી પરંતુ કંઈ કામગીરી થઈ નહોતી. આથી આરોગ્ય કર્મચારીઓએ પોતાના ધરણા બંધ ન કરી અને જ્યાં સુધી માગ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખ્યા હતા. અગાઉ પણ મૌખિક બાંહેધરી આપી હતી પરંતુ આરોગ્ય કર્મચારીઓએ સરકારની વાતમાં ન આવી ધરણા યથાવત રાખ્યા હતા. 1 મહિના બાદ પણ સરકારે કોઈ નિર્ણય ન લેતા ગુજરાતભરના આરોગ્ય કર્મચારી  ધરણા કરવા જઈ રહ્યા છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.