ચાઈનીઝ દોરી અંગે હાઈકોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી, સરકારની કોર્ટે કાઢી ઝાટકણી


  • Published By :
  • Published Date : 2023-01-07 15:33:47

ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. પતંગ ચગાવવા ઉપયોગમાં આવતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોના મોત પણ થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે. ત્યારે ચાઈનીઝ દોરી અંગે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી . આ સુનાવણીમાં કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે અને લોકોમાં ચાઈનીઝ દોરી અંગે જાગૃતતા લાવવા આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે જેમ ચૂંટણીમાં પ્રચાર કરવામાં આવે છે તેવી રીતે આ અંગે પર પણ લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરવો જોઈએ.  

ઉત્તરાયણ પહેલાં બજારોમાં રોનક: પતંગ દોરી ખરીદવા લોકોની ભીડ ઉમટી, 40 કરોડ  સુધીના વેપારની આશા


ચાઈનીઝ દોરીને લઈ કોર્ટમાં થઈ સુનાવણી 

અનેક લોકો પોતાનો પતંગ ન કપાય તે માટે ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કોઈ લોકોની મજા બીજા માટે સજા સાબિત થતી હોય છે. આ દોરીને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ઉત્તરાયણ પર્વ શરૂ થાય તે પહેલા જ એવા અનેક બનાવો સામે આવ્યા છે જેમાં લોકો મોતને ભેટ્યા છે. હાઈકોર્ટમાં ઉત્તરાયણ પર ચાઈનીઝ દોરી સહિતની વસ્તુઓ પર પ્રતિબંધને લઈ સુનાવણી કરવામાં આવી હતી. 

ગુજરાત વડી અદાલત - વિકિપીડિયા


બીજી વખત સોગંદનામું કોર્ટમાં રજૂ કરાયું 

આ મુદ્દાને લઈ સરકારે હાઈકોર્ટમાં ગઈકાલે સૌગંદનામુ રજૂ કર્યું હતું, પરંતુ સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાથી હાઈકોર્ટ નારાજ થઈ હતી. કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારનું સોગંદનામું વિશ્વાસ અપાવે તેવા નથી. નવેસરથી સોગંદનામુ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જેને પગલે સરકારે આજે સોગંદનામુ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. આ સોગંદનામા બાદ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. 


જામનગરની બજારમાં દોરા અને પતંગની ભાવ વધારાભણી ઉડાન - Sanj Samachar


લોકોમાં જાગૃતતા લાવવા સરકારને કરાયો આદેશ 

ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ અનેક સ્થળો પર ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તો પણ અનેક સ્થળો પર વેચાણ ચાલુ જ છે. કોર્ટે સરકારની ઝાટકણી કરતા લોકોમાં ચાઈનીઝ દોરીથી થતા નુકસાન અંગે માહિતગાર તેમજ જાગૃત્તા લાવવા આદેશ આપ્યો છે. 


ચૂંટણીમાં જેમ પ્રચાર થાય તેવો પ્રચાર કરવા આદેશ   

સરકારને કોર્ટે કહ્યું છે કે ચૂંટણીમાં જે રીતે  પ્રચાર કરવામાં આવે છે તે રીતે આ અંગે લોકોમાં જાગૃતતા લાવા પ્રચાર કરવામાં આવે. ગુજરાતમાં ચાઈનીઝ દોરીના ઉપયોગને કારણે લોકોના જીવને જોખમ રહેતું હોય છે. આ અંગે લોકોને માહિતગાર કરવા સૂચન આપ્યું છે.  વધુમાં કોર્ટે કહ્યું કે જરૂર પડે તો ન્યુઝ ચેનલ તેમજ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને ચાઈનીઝ દોરીના ઉપયોગને અટકાવવા પ્રયાસ કરવા કહ્યું છે અને જો જરૂર પડે તો જાગૃત્તા પ્રચાર માટે રિક્ષાઓમાં જાહેરાત કરાવો.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.