Supreme Courtમાં થઈ Manipurથી સામે આવેલા વીડિયોને લઈ સુનાવણી, CBI આ સમય સુધી નહીં લઈ શકે પીડિતાનું નિવેદન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-01 13:24:05

મણિપુરમાં છેલ્લા અનેક મહિનાઓથી હિંસા ફાટી નીકળી છે. હિંસામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મણિપુરમાં મામલો શાંત થાય તે માટે અનેક સમય સુધી ઈન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી હતી. સુરક્ષાબળોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ પરિસ્થિતિમાં કોઈ અંતર આવ્યો ન હતો. ઈન્ટરનેટ સેવા શરૂ થતાં જ મહિલાઓનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમને નગ્ન કરી તેમની પરેડ નીકાળવામાં આવી હતી. વીડિયો સામે આવ્યા બાદ દરેક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સંસદમાં પણ આ મામલે હોબાળો થતાં સંસદની કાર્યવાહી સ્થગિત થતી હોય છે. વીડિયો સામે આવ્યા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે અને ગઈકાલથી આ કેસમાં સુનાવણી કરવામાં આવી છે.

બે વાગ્યે થશે આગળની સુનાવણી 

આજે પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે પીડિત મહિલાનું નિવેદન ન લેવા માટે સીબીઆઈને આદેશ કર્યો છે. મહિલાનું નિવેદન રેકોર્ડ કરવા પર રોક લગાવી દીધી છે. સીજેઆઈએ કહ્યું કે હમણાં સીબીઆઈ મહિલાઓનું નિવેદન રેકોર્ડ ન કરે. આજે બે વાગ્યે આ કેસમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવવાની છે.    


ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં આવી થઈ હતી દલીલ 

ગઈકાલની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમ પણ કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં પણ આવું જ થાય છે તેમ કહીંને મણિપુરની ઘટનાને ન્યાયીક ઠરાવી શકાય નહીં. અમે અહીં રાજ્યમાં મહિલા સાથે થયેલા જઘન્ય અપરાધની સુનાવણી કરી રહ્યા છીએ. આ પ્રકારના ગુના બંગાળમાં પણ થાય છે તેવું કહીં શકાય નહીં. આ કેસ તદ્દન અલગ છે. તમે અમને કહો કે મણિપુર કેસમાં તમારા સુચનો શું છે?



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .