Heart Attackએ વધુ એક યુવાનનો ભોગ લીધો, ગરબા કરતા કરતા અચાનક ઢળી પડ્યો અને...


  • Published By :
  • Published Date : 2024-11-17 15:23:15

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. હાર્ટ એટેકની આપણે જ્યારે વાત કરીએ તો દિમાગમાં એક જ વસ્તુ આવે કે હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવે.... પરંતુ આજના સમયમાં નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે અને મોતને ભેટી રહ્યા છે.... કોઈને ક્રિકેટ રમતા રમતા તો કોઈને ડાન્સ કરતા કરતા હાર્ટ એટેક આવી રહ્યો છે... કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે.. ત્યારે  આજે મળતી માહિતી અનુસાર અમરેલીના રાજુલામાં 24 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો છે.. લગ્ર પ્રસંગમાં ગરબા કરતી વખતે તે યુવાન અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો..



લગ્નનો માહોલ ફેરવાયો માતમમાં!

આપણે ત્યાં કહેવાય છે કે જન્મ અને મોતનો કોઈ સમય નથી હોતો... કોણ ક્યારે મૃત્યુ પામી જાય તેની ખબર નથી પડતી.. સાજા લાગતા લોકો અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે... હાર્ટ એટેકના કિસ્સાઓ કોરોના બાદ વધી ગયા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે.. ત્યારે આજે 24 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવી માહિતી સામે આવી છે... મળતી માહિતી અનુસાર પાવન પટેલ નામનો વ્યક્તિ મોતને ભેટ્યો છે.... અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા... રાજુલામાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, આ દરમિયાન મહેમાનો ગરબા રમી રહ્યાં હતા. દાંડીયા રમતા રમતા 24 વર્ષીય યુવાન અચાનક ઢળી પડ્યો હતો અને તેનો જીવ જતો રહ્યો... લગ્ન પ્રસંગનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો...



શું છે હાર્ટ એટેક આવવાના લક્ષણો?


હાર્ટ એટેક આવવાના લક્ષણોની વાત કરીએ તો ગભરામણ થવી તેમજ ચક્કર આવવા..તે ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ પડવી, અવાર નવાર થાકી જવું.. વધારે પરસેવો થવો અને હૃદયના ધબકારા વધી જવા.. તે ઉપરાંત ઉધરસ આવવી તેમજ હાથ પગમાં સોજો રહેવો.. 


શું છે હાર્ટ એટેક આવવાના કારણો?

હાર્ટ એટેક આવવાના કારણોની વાત કરીએ તો વધારે પડતો સ્ટ્રેસ લેવો.. હેલ્ધી ખોરાક ના લેવો. તે ઉપરાંત અપૂરતી ઉંધ પણ હાર્ટ એટેક આવવાનું કારણ હોઈ શકે છે.. તે ઉપરાંત વ્યસન કરવાને કારણે પણ હાર્ટ એટેકના ચાન્સીસ વધી જાય છે... મહત્વનું છે કે ઉંધ આપણા શરીર માટે ખૂબ મહત્વની છે.... તમે તમારૂં અને તમારા પરિવારનું ધ્યાન રાખો... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે