Heart Attackએ ગુજરાતીઓની ચિંતા વધારી! 14 વર્ષના છોકરાને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ પહોંચે તે પહેલા....


  • Published By :
  • Published Date : 2023-11-07 13:54:08

હાર્ટ એટેકના સમાચાર પ્રતિદિન સામે આવી રહ્યા છે. કોઈ વખત 19 વર્ષીય છોકરાનું મોત હાર્ટ એટેકને કારણે થાય તો કોઈ વખત 10 વર્ષની બાળકીનું મોત હાર્ટ એટેકને કારણે થાય. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવતો એવું માનતા, કોરોના બાદ એવું માનવા લાગ્યા કે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે પરંતુ હવે તો પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે કારણે બાળકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. કચ્છના ગાંધીધામમાં 14 વર્ષીય છોકરાનો ભોગ હાર્ટ એટેકે લીધો છે. તે ઉપરાંત સુરતમાં પણ હાર્ટ એટેકનો એક કિસ્સો સામે આવ્યો છે.

 કેનેડામાં બિલ્ડિંગથી કૂદીને હૈદ્રાબાદના વિદ્યાર્થીનું મોત, પરિવારે સરકારને  કરી આ અપીલ | World News in Gujarati

14 વર્ષના કિશોરનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

ગુજરાતના યુવાનો પર હાર્ટ એટેકનું સંકટ તોળાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પ્રતિદિન એવા માઠા સમાચાર સામે આવે છે જેમાં હૃદયહુમલાને કારણે કોઈને કોઈ વ્યક્તિનું મોત થઈ ગયું હોય. રોજે હાર્ટ એટેકના એક બે કિસ્સાઓ તો આવી જ રહ્યા છે. યુવાનો તો હૃદયહુમલાનો શિકાર બની રહ્યા છે પરંતુ બાળકો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. થોડા દિવસો પહેલા એક વિદ્યાર્થિનીનું મોત પરીક્ષા આપતી વખતે હાર્ટ એટેકને કારણે થયું હતું  ત્યારે આજે કચ્છમાં 14 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો  અને જીવ જતો રહ્યો. મળતી માહિતી અનુસાર બાળકને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો હતો તે દરમિયાન જ, રસ્તામાં જ કિશોરે દુનિયાને અલવિદા કહી દીધું.   


સુરતમાં પણ હાર્ટ એટેકને કારણે એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ!

હાર્ટ એટેકનો બીજો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 66 વર્ષીય રત્નકલાકાર હીરા ઘસી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા, અને તેમનું મોત થઈ ગયું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મોતનું અસલી કારણ શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે, પરંતુ હાલ તેમનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે તેવું પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહ્યું છે.



હાર્ટ એટેકને લઈ મોરારી બાપુએ આપ્યું નિવેદન 

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે સરકારની ચિંતા વધી છે. કમિટીની રચના કરવામાં આવી છે જે આની પાછળના કારણો શોધશે. ત્યારે કથાકાર મોરારી બાપુએ યુવાનોને તાળી પાડવાની સલાહ આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે તાળી પાડો અને રામનું નામ લો એટલે હાર્ટ એટેક નહીં આવે. આનો તર્ક આપતા તેમણે કહ્યું કે તાળી પાડવાથી બંધ નળીઓ ખુલી જશે અને હાર્ટ એટેક નહીં આવે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતા ન હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે