રાજ્યમાં ઠંડીની સાથે હ્રદયરોગના કેસ પણ વધ્યા, માત્ર 6 દિવસમાં 1,744 કેસ


  • Published By :
  • Published Date : 2023-01-09 14:07:19

કાતિલ ઠંડી અને હ્રદય રોગને સીધો સંબંધ છે, જેમ-જેમ ઠંડી વધુ પડે છે તેમ લોકોને હાર્ટ-એટેક પણ વધી ગયા છે.  રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કાતિલ ઠંડીથી હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જાન્યુઆરીના છ દિવસમાં હૃદયરોગની સમસ્યાના એક હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ઠંડીને કારણે શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.


108ને 1744 કોલ્સ મળ્યા


ગુજરાતમાં 29 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન ગાત્રો થિજાવી દેતી ઠંડી શરૂ થઈ ગઈ છે. જો કે કાતિલ ઠંડી વધવાની સાથે જ હૃદયની સમસ્યા ધરાવનારાઓની લોકોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ઈમરજન્સી સેવા 108 પાસેની મળતી વિગતો મુજબ 28 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધીમાં તેમને હૃદયની સમસ્યા ધરાવતા 1,744 ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા.


ડોક્ટરો શું કહે છે?


રાજ્યમાં શિયાળાની ઠંડી વધવાની સાથે જ હ્રદય રોગના કેસ વધતા ડોક્ટરો લોકોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપી રહ્યા છે. તબીબોનું કહેવું છે કે શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે, હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરમાં વધારો થયા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે