મોરબી દુર્ઘટના:યશ અને રાજના પાછા આવવાની રાહ જોઈ રહેલ "ટોમી"ને ખબર નથી કે આ બન્ને ભાઈ પાછા ક્યારેય નહિ આવે


  • Published By :
  • Published Date : 2022-11-02 16:12:20

મોરબી બ્રિજ અકસ્માતે અનેક પરિવારોને જીવનભરની પીડા આપી
બ્રિજ અકસ્માતમાં બે માસુમ ભાઈઓ રાજ-યશના પણ મોત થયા છે
બંને ભાઈઓની રાહ જોતા પાલતુ કૂતરાએ ખાવા-પીવાનું બંધ કર્યું


m2.

ગઈકાલ સુધી ઘરમાં બંને ભાઈઓની રોનક આજે માતમમાં ફેરવાઈ ગઈ છે. જ્યારે તેમનો મિત્ર ટોમી ઉદાસ થઈને એક બાજુ બેઠો છે. તેની સામે બિસ્કિટ પડ્યા છે પણ તેણે બે દિવસથી કંઈ ખાધું નથી. તે યશ અને રાજના પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે જે તેની સાથે રમતા હતા અને તેને ખૂબ પ્રેમ કરતા હતા.


બે ભાઈઓ અને તેમનો વહાલો ડોગ, આ ત્રણેય આખા વિસ્તારમાં પ્રખ્યાત હતા, પરંતુ રવિવારે મોરબીના પુલ અકસ્માતે તેમને કાયમ માટે અલગ કરી દીધા. અકસ્માતમાં બંને ભાઈઓના મોત થયા હતા. મૃત્યુના સમાચાર સાંભળતા જ ઘરમાં ગમગીની છવાઈ ગઈ. ગઈકાલ સુધી ઘરમાં બંને ભાઈઓની રોનક આજે માતમમાં ફેરવાઈ ગઈ છે. જ્યારે તેમનો મિત્ર ટોમી ઉદાસ થઈને એક બાજુ બેઠો છે. તેની સામે બિસ્કિટ પડ્યા છે પણ તેણે બે દિવસથી કંઈ ખાધું નથી. તે યશ અને રાજના પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે જે તેની સાથે રમતા હતા અને તેને ખૂબ પ્રેમ કરતા હતા.


બંને ભાઈઓ હંમેશા સાથે રહેતા

રાજના પિતા રાયધનભાઈ રડે છે, 'અમે બરબાદ થઈ ગયા છીએ.' આખા મહોલ્લામાં બંને ભાઈઓની ચર્ચા થતી રહેતી. બંને ભાઈઓની સાથે સાથે સારા મિત્રો હતા અને હંમેશા સાથે રહેતા હતા. એટલું જ નહીં, મોત પણ તેમને એકસાથે આવ્યું. રાજ અને યશના મોતથી પડોશીઓ પણ શોકમાં છે. ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરની સાંજે મોરબીમાં મચ્છુ નદીનો ઝૂલતો પુલ એકાએક તૂટી પડતા 135 લોકોના મોત થયા છે. જેમાં રાજ અને યશનો પણ સમાવેશ થાય છે.



કંઈપણ ખાતો-પીતો નથી

રાજ અને યશના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. માતા-પિતાની હાલત ખરાબ છે, જ્યારે તેમના મિત્ર પણ ઘરનું વાતાવરણ જોઈને પરેશાન છે. તે કદાચ કંઈ બોલી શકતો નથી, પરંતુ તેને ખ્યાલ છે કે કંઈક ખોટું છે. તે એક બાજુ મૌન છે અને બે દિવસથી તેણે કંઈ ખાધું-પીધું નથી. તે રાજ અને યશના પાછા ફરવાની રાહ જુએ છે, તે હકીકતથી અજાણ છે કે તેની રાહ ક્યારેય સમાપ્ત નહીં થાય.


યશના પાછા આવવાની જોવાતી રાહ

રાજના પિતાએ કહ્યું, 'ડોગે છેલ્લા બે દિવસથી કંઈ ખાધું નથી. તે યશના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે. તે તેણે ખવડાવતો હતો. અમે તેને બિસ્કિટ આપ્યા પરંતુ તે આમ જ પડ્યા છે. ઘરની બહાર બે ખુરશીઓ પર રાજ અને યશની તસવીરને માળા પહેરાવવામાં આવી છે. સમગ્ર વિસ્તાર આવીને તેમને શ્રદ્ધાંજલિ આપી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. બંને ભાઈઓ અવારનવાર મચ્છુ નદીમાં તરવા જતા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે