ગરમીમાં AMCનું 'કુલ બસ સ્ટોપ' !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 15:04:40


જે રીતે ગરમીનો પારો ઊંચકાઈ રહયો છે તે જોતાં આગળ જતાં શહેર  હિટ વેવનો શિકાર બનશે. અમદાવાદમાં સામાન્ય માણસની સુવિધા માટે કરીને અમદાવાદ હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં મુસાફરોને રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટે લાલ દરવાજા ટર્મીનસ પ્લેટફોર્મ નં. 7 અને 8 પર ખસના પડદાં લગાવી 'કુલ બસ સ્ટોપ' બનાવવામાં આવ્યું છે. સૂકા ઘાસમાંથી બનેલા ખસના પડદાંનો ઉપયોગ કરીને બનાવેલા આ કુલ બસ સ્ટોપના કારણે  મુસાફરોને રાહત અનુભવી રહ્યા છે. 



આ કુલિંગ બસસ્ટોપ એવી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે કે જ્યા દરરોજ 3 હજારથી વધુ મુસાફરોની અવર-જવર રહે છે. અહીં, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, મજૂરો, તથા અન્ય લોકો આ રૂટ પર મુસાફરી કરે છે. આ પહેલ માટે મુસાફરોએ પ્રશાસનની પ્રસંશા કરી છે. 

વધુને વધુ લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે દિશામાં એ.એમ.ટી.એસનું આ મહત્વપૂર્ણ કદમ છે. આગામી સમયમાં શહેરના અન્ય મુખ્ય બસ સ્ટોપ પર પણ આ પ્રકારના કુલિંગ વ્યવસ્થા ઉભી કરવાની વિચારણા છે. આ પહેલ અન્ય માટે પણ પ્રેરણારૂપ છે. 

તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે.  ત્યારે આ કાળઝાળ ગરમીમાં રાહત આપતા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે લાલ દરવાજા બસ ટર્મિનલ મુસાફરો માટે કુલ બસ સ્ટોપ બનાવ્યા છે. આ બસ સ્ટોપથી તાપમાન 6 થી 7 ડિગ્રી જેટલું નીચું રહે છે. 

ગરમી થી બચવા માટે વધુમાં વધુ પાણી પીવો અને પાણીવાળા ફળ ખાવાનો આગ્રહ રાખો. જેમાં તરબૂચ,ટેટી ,શેરડીનો રસ અને લીંબુનું પાણી અને માટલાનું પાણી પીતા રહો. બહાર થી આવી ફ્રિજનું પાણી ના પીવો. શરીર સુતરાઉ કપડાથી ઢાંકીને રાખો. કેરીનો બાફલો બનાવો અને રોજ પીવો સેહત માટે લાભકારી છે.       




 





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે