અનેક રાજ્યોમાં થશે મેઘરાજાની જમાવટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:25:41

દેશભરમાં ફરી વરસાદી માહોલ જામી શકે છે. દેશના અનેક રાજ્યોમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા તેમજ આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. 17-18 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જતા ઓડિસામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

53 mm of rain lashes Mahuva, light rain in Gujarat likely during Navratra  festival | Skymet Weather Services

દેશના અનેક રાજ્યોમાં વરસશે ભારે વરસાદ

ભારતીય હવામાન વિભાગ દ્વારા ફરી એકવખત દેશના અનેક રાજ્યોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા તેમજ આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે. તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ઓડિસામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે . ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.