અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, વરસાદને કારણે ઠેર-ઠેર ભરાયા પાણી


  • Published By :
  • Published Date : 2023-06-29 13:50:06

અમદાવાદમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવીછે. 24 કલાકમાં ગુજરાતના 186 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના પારડીમાં પડ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના નિકોલ, ઓઢવ, ચાંદખેડા, ગોતા, આંબાવાડી, જીવરાજપાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. કોતરપુરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.   

 અમદાવાદમાં કેટલાક ભાગોમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારના 6થી 12ના ગાળામાં શહેરમાં સૌથી વધુ સરેરાશ વરસાદ ઉત્તર ઝોનમાં થયો છે. આ ઝોનમાં કોતરપુરમાં સૌથી વધુ 93mm વરસાદ નોંધાયો છે.





આ વિસ્તારોમાં વરસ્યો વરસાદ 

ગુજરાતમાં ભલે મોડે મોડે પણ મેઘરાજાની જોરદાર પધરામણી થઈ છે. થોડા દિવસોથી વરસી રહેલા વરસાદથી જન જીવન પ્રભાવિત થયું છે. પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો તે બાદ બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદ વરસ્યો હતો. પરંતુ હવે ચોમાસાના વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સાબરમતી, ચાંદખેડા, જગતપુર, ગોતા, ન્યુ રાણીપ, રાણીપ, મોટેરા, નરોડા, નિકોલ, ઓઢવ, કુબેરનગર, સરદારનગર, મણિનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ થતાં પાણી ભરાઈ ગયા હતા તે ઉપરાંત શહેરના સરદારનગર, કોતરપુર, નરોડા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ચાંદખેડા, સાબરમતી, મોટેરા વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પહેલા જ વરસાદમાં અમદાવાદની હાલત ખરાબ થઈ ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની પ્રિ-મોનસુનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. 


અનેક જગ્યાઓ પર ભરાયા પાણી 

વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે. શહેરના મેઘાણીનગરમાં આવેલા ભાર્ગવ રોડ, ઓમનગર ક્રોસિંગ, કુબેરનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.  એરપોર્ટ સર્કલ પાસે પણ વરસાદી પાણી ભરાયા છે. તે ઉપરાંત શાહીબાગમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. મહત્વનું છે વરસાદને લઈ અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે